Get The App

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં સાયબર કમાન્ડોનો કોર્સ શરૂ થશે

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં સાયબર કમાન્ડોનો કોર્સ શરૂ થશે 1 - image

અમદાવાદ, રવિવાર

સાયબર ક્રાઇમને લગતા ગુનામાં થતા વધારાની સાથે મોટી ઇન્ડસ્ટ્રીઝમાં  વધી રહેલા સાયબર અટેકને પહોંચી વળવા માટે ગુજરાત પોલીસ દ્વારા સાયબર કમાન્ડોની એક વિશેષ પોસ્ટની જાહેરાત કરવામાં આવી હતી.  જે અનુસંધાનમાં ગાંધીનગર જિલ્લામાં સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા સાયબર કમાન્ડોનો ખાસ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેની પ્રથમ બેચનો પ્રારંભ ૧લી ઓક્ટોબરના રોજ થશે. 

જેનું ઉદ્દધાટન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર  ડૉ. વિમલ પટેલ અને રાજ્ય પોલીસ વડા વિકાસના હસ્તે કરવામાં આવશે.છ મહિનાના આ ખાસ અભ્યાસક્રમમાં સાયબર ક્રાઇમની સામે અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી લડત આપી શકાય તે તાલીમ આપીને સાયબર કમાન્ડો તૈયાર કરવામાં આવશે. જેનો લાભ માત્ર પોલીસ વિભાગ કે સેન્ટ્રલ એજન્સીઓને જ નહી પરંતુ, દેશની મોટા ઉદ્યોગોને પણ મળશે. ઉલ્લેખનીય છે કે દેશમાં મોટા ઉદ્યોગોની  સીસ્ટમને નુકશાન કરવાના બદઇરાદે સાયબર અટેકના કિસ્સા બન્યા છે.  અમેરિકા, કેનેડા, યુ કે , ચીન જેવા દેશોમાં સાયબર એટેકને રોકવા માટે ખુબ મોટા પ્રમાણમાં સાયબર કમાન્ડોની નિમણૂંક થઇ ચુકી છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા સાયબર કમાન્ડો તૈયાર કરવાના નિર્ણયથી ગુજરાત રાજ્યને જ નહી પણ દેશનો પણ ફાયદો થશે



Google NewsGoogle News