Get The App

ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા છે 279 કરોડના માલિક, વાંચો જેપી નડ્ડા પાસે કેટલી સંપત્તિ

ભાજપે ડ્ડા અને ધોળકિયા ઉપરાંત જશવંતસિંહ પરમાર અને મયંક નાયકને ઉમેદવાર બનાવ્યા છે

27 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભા ચુંટણી યોજાશે

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા છે 279 કરોડના માલિક, વાંચો જેપી નડ્ડા પાસે કેટલી સંપત્તિ 1 - image


Rajya Sabha Election 2024 : રાજ્યસભાની ચુંટણી માટે ભાજપે ગુજરાતમાંથી ચાર સભ્યોના ફોર્મ ભરાવ્યા હતા. હીરા વેપારી ગોવિંદ ધોળકિયા (Govind Dholakia) 279 કરોડની સંપતિ સાથે ચાર ઉમેદવારોમાંથી સૌથી ધનવાન છે. ચુંટણીમાં ઉમેદવાર ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda) પાસે 9.36 કરોડની સંપતિ છે. 

જેપી નડ્ડાની વાર્ષિક આવક આટલી છે

ભાજપે 27 ફેબ્રુઆરીએ યોજાનાર ચુંટણી માટે નડ્ડા અને ધોળકિયા ઉપરાંત જશવંતસિંહ પરમાર અને મયંક નાયકને ઉમેદવાર બનાવ્યા છે. એફિડેવિટ અનુસાર ચારેય ઉમેદવારોમાંથી કોઈ પર ગુનો નોંધાયો નથી. 2022-23ના આવકવેરા રીટર્ન અનુસાર જેપી નડ્ડાની વાર્ષિક આવક 24.92 લાખ રૂપિયા છે જ્યારે આ સમયગાળા દરમિયાન તેમના પત્નીની આવક 5.26 લાખ રૂપિયા હતી. દંપતી પાસે કુલ મળીને 9.36 કરોડ રૂપિયાની સંપતિ હોવાનો એફિડેવિટમાં એકરાર કરવામાં આવ્યો છે. ભાજપ અધ્યક્ષ બી.એ અને એલએલબી પાસ છે.     

ગોવિંદ ધોળકિયાની આવક 35.24 કરોડ રૂપિયા 

સુરતના હીરા વેપારી ગોવિંદ ધોળકિયા શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના સંસ્થાપક અને અધ્યક્ષ છે. તેમની એફિડેવિટ અનુસાર તેઓ છ ધોરણ પાસ છે અને 2022-23માં તેમની આવક 35.24 કરોડ રૂપિયા હતી. તેમની પત્નીની આવક 3.47 કરોડ રૂપિયા છે.   

રાજ્યસભા ચુંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે 

27 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભા ચુંટણી યોજાશે. તે અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, જશવંતસિંહ પરમાર,મયંક નાયક અને હીરા કારોબારી ગોવિંદ ધોળકિયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ચુંટણી અધિકારી રીટા મહેતાએ ચારેય ઉમેદવારોના ઉમેદવારી પત્ર સ્વીકાર્યા હતા. મનસુખ માંડવીયા અને પુરષોત્તમ રૂપાલાનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો છે. હવે તેમને બીજી વખત ઉમેદવાર બનાવવામાં આવશે નહીં.

ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા છે 279 કરોડના માલિક, વાંચો જેપી નડ્ડા પાસે કેટલી સંપત્તિ 2 - image


Google NewsGoogle News