નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, મંદિરો હિંદુ સંગઠનોને સોંપોઃ VHPની માગ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Vishwa Hindu Parishad


Vishwa Hindu Parishad On Ganesh Mahotsav : રાજ્યમાં ઠેર-ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છના નખત્રાણામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને લઈને રાજકોટના વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય સંગઠનના મહામંત્રીએ પથ્થારમારાની ઘટનાને વખોડી કાઢી જણાવ્યું છે કે, 'ચર્ચ અને મસ્જિદનું સંચાલન સરકાર પાસે નથી, તેવામાં સરકાર હિન્દુ મંદિરોનું સંચાલન હિન્દુ સંગઠોનોને આપે તેવી માંગ કરી છે. આ સાથે આગામી નવરાત્રિમાં વિધર્મીઓને ગરબામાં પ્રવેશ ન આપવા આયોજકોને આહ્વવાન કર્યું છે.'

ગણેશ પંડાલની ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ એકશનમાં

રાજ્યમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા ઘટનાને લઈને રાજકોટના વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય સંગઠનના મહામંત્રી મિલિન્દ પરાંડેએ જણાવ્યું હતું કે, 'ગણેશ પંડાલમાં આ પ્રકારનું કૃત્ય કરનારા ફરીથી આવું ન કરે તે માટે કડક સજા ફટકારવામાં આવવી જોઈએ. આ લોકો કાયદાનો ડર રાખ્યા વગર કાર્ય કરી રહ્યાં છે. આ ઉપરાંત, લવ જેહાદ અને હિન્દુમાંથી અન્ય ધર્મમાં ધર્માંતરણ કરવાની ઘટના સામે કાયદાકીય કડક વલણ હોવું જોઈએ. તેવામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સમાજમાં જાગૃત્તિ ફેલાવવા માટે જાગરણ અભિયાન શરુ કરાશે. જેમાં પત્રો અને ઈ-મેઈલના માધ્યમ થકી હિન્દુ સમાજને પ્રતિક્રિયા કરવામાં આવશે.'

આ પણ વાંચો : કલ્પસર યોજનાનો અમલ કરી સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર અટકાવો, ભાજપ નેતાનો વડાપ્રધાન મોદીને પત્ર

મંદિરોનું સંચાલન હિન્દુ સંગઠનોને આપો

તેમણે જણાવ્યું હતુ કે, 'આ સાથે હિન્દુ પરિષદનું માનવુ છે કે, ચર્ચ-મસ્જિદનું સંચાલન સરકાર પાસે નથી, ત્યારે હિન્દુ મંદિરોનું સંચાલન સરકાર હિન્દુ સંગઠનોને આપી તેવી તેમની માંગ છે. હિન્દુ બહુમતી ધરાવતા દેશમાં બ્રિટિશ કાળથી સરકારના નિયંત્રણ હેઠળ હિન્દુ મંદિરો છે. દેશભરમાં આવેલા લાખો મંદિરોમાં હિન્દુ સમાજની આસ્થા જોડાયેલી છે. આમ મંદિરોમાં આવતું દાન ધાર્મિક કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે સરકાર દ્વારા મંદિરોનું સંચાલન થાય છે તે ભક્તોના દાનનું અપમાન છે. '

વિશ્વ હિન્દુ પરિષદ જાગરણ અભિયાન ચલાવશે

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવ્યું છે કે, આગામી નવરાત્રિના તહેવારમાં વિધર્મીઓને કોઈ પ્રકારને આપણા ધર્મ પ્રત્યે શ્રદ્ધા ન હોવાથી ગરબામાં આવવાનો કોઈ અર્થ ન નથી. જેથી ગરબાનું આયોજન કરતાં લોકોને વિધર્મીઓ નવરાત્રિના ગરબામાં એન્ટ્રી ન આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. આ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સમાજને ધ્યાનમાં રાખીને જાગરણ અભિયાન શરુ કરવામાં આવશે.

આ પણ વાંચો : આ દાદીમા 85 વર્ષે જીત્યા ગોલ્ડ મેડલ, જાણો શું છે આ ઉંમરે પણ તેમની જબરદસ્ત ફિટનેસનું રહસ્ય

વિશ્વ હિન્દુ પરિષદ સમાજમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, મહિલા સશક્તિકરણ, આર્થિક સ્વાવલંબન સહિતના કાર્યો સાથે સંકડાયેલા છે. આ સાથે વિશ્વ હિન્દુ પરિષદ લવ જેહાદ, જેહાદી હિંસા ગૌહત્યા સહિતના પડકારોની જાણકારી સમાજ સામે રાખે છે. જેમાં હિન્દુ સમાજે ગંભીરતા સમજીને  2-3 બાળકો હોવા જોઈએ. 


Google NewsGoogle News