Get The App

હોસ્પિટલ વીડિયોકાંડમાં વધુ એક આરોપી ઝડપાયોઃ પોલીસે દિલ્હીથી કરી ધરપકડ

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
હોસ્પિટલ વીડિયોકાંડમાં વધુ એક આરોપી ઝડપાયોઃ પોલીસે દિલ્હીથી કરી ધરપકડ 1 - image


Rajkot Hospital CCTV Footage Case Update: રાજકોટમાં પાયલ હોસ્પિટલના CCTV વાઈરલ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે. આ આરોપી પહેલાં નેટફ્લિક્સ અને હોટસ્ટારના કોન્ટેન્ટનું વેચાણ કરતો હતો. બાદમાં ટેલિગ્રામ મારફતે સીસીટીવી વીડિયો વેચવાના કૌભાંડમાં સામેલ થયો હતો. હાલ, આ મામલે સાત આરોપી ઝડપાઈ ચુક્યાં છે અને પોલીસ આ મામલે સંડોવાયેલા વધુ લોકોની તપાસ કરી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ રાજકોટની હોસ્પિટલના સીસીટીવી અને કુંભસ્નાન કરતી મહિલાના વીડિયો અપલોડ કરનારા વધુ ત્રણ આરોપી ઝડપાયા

દિલ્હીથી ઝડપાયો આરોપી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી વાઈરલ કરવાના મામલે પોલીસે રોહિત સિસોદિયા સહિત સાત ઓરોપીની ધરપકડ કરી છે. પોલીસે દિલ્હીથી રોહિતની ધરપકડ કરી છે. આરોપીએ ડિપ્લોમા મેડિકલ લેબ ટેક્નિશિયનનો અભ્યાસ કરેલો છે. તે અગાઉ પકડાયેલાં આરોપી રાયન રોબીન પરેરા અને પરીત ધામેલિયાના સંપર્કમાં હતો. આ બંને રોબિન પરેરા અને પરીત ધામેલિયા સીસીટીવી હેક કરવાનું કામ કરતાં અને રોહિત આ તેમના દ્વારા આપવામાં આવેલી ફૂટેજને ક્યુ આર કોડમાં કન્વર્ટ કરીને વિવિધ ટેલિગ્રામ ચેનલમાં વેચતો હતો. 

આ પણ વાંચોઃ બિભત્સ વીડિયો વેચવાના કૌભાંડમાં મોટો ખુલાસો, એક વર્ષથી ટેલિગ્રામ થકી ચાલતો હતો 'ગોરખધંધો'

પોલીસે હાથ ધરી તપાસ

હાલ પોલીસે સીસીટીવી હેક કરવાથી લઈને ફૂટેજ વેચનાર સુધીની કડી પકડીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યાં છે. જોકે, આ મામલે હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેનાથી કોઈપણ આરોપી પોલીસના સકંજામાંથી બચી ન શકે. 



Google NewsGoogle News