રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર, ઘટના સમયથી ફરાર આરોપીની આબુરોડથી અટકાયત

Updated: May 28th, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર, ઘટના સમયથી ફરાર આરોપીની આબુરોડથી અટકાયત 1 - image


Rajkot Game Zone Fire:  રાજકોટ અગ્રનિકાંડમાં બનાસકાંઠા એલસીબીની અને રાજકોટ પોલીસની ટીમ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. અગાઉ ત્રણ આરોપીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે ચોથા આરોપીની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરવામાં આવી છે.

ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત

રાજકોટમાં શનિવાર (25મી મે)એ નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. જેમા 32 જેટલાં લોકોના મોત થયા છે. આ ઘટનામાં અગાઉ કોર્ટે અટકાયત કરેલા ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હવે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોથા આરોપીને બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરી છે.

6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ. 

રાજકોટના વકીલો આરોપીઓ તરફથી કેસ લડશે નહીં 

રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, 'રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે આરોપીઓ છે, જવાબદાર છે તેવા કોઇપણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી. કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આટલા વર્ષોથી આ ગેમ ઝોન ચાલુ હતું અને અધિકારીઓ પણ પોતાના પરિવારને લઈને ગયા છે, ત્યારે આ અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમા કોઈપણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ નથી. હમણા અમુક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવાનો મતલબ કે આ લોકો ક્યાંકને ક્યાંક કસૂરવાર છે.


Google NewsGoogle News