Get The App

શું તમે આંધળા થઈ ગયા છો? અમને હવે ભરોસો નથી રહ્યો, રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી

Updated: May 27th, 2024


Google NewsGoogle News
શું તમે આંધળા થઈ ગયા છો? અમને હવે ભરોસો નથી રહ્યો, રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી 1 - image


Rajkot Game Zone Fire | રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે સુઓમોટો હાથ ધરતાં હાઈકોર્ટે આજે બીજી વખત સુનાવણી કરી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકા (RMC)નો ઉધડો લઈ નાખ્યો હતો. 

ગુજરાત હાઇકોર્ટે પૂછ્યાં તીખાં સવાલ 

ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે, 'અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈ પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું?' આટલું જ નહીં કોર્ટે કમિશનરને પણ તતડાવતા આકરા સવાલ કર્યા હતા. 

સરકારની મશીનરી પર ભરોસો રહ્યો નથી.. : ગુજરાત હાઈકોર્ટ 

હાઇકોર્ટે કહ્યું હતું, કે 'અમને સરકારની મશીનરી પર ભરોસો નથી રહ્યો, કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે. 18 મહિનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ નહોતી? ઉદ્ઘાટનમાં RMC કમિશનર જાય છે તો કોર્ટના નિર્દેશોનું શું કર્યું?  કોર્ટે RMCને સવાલ પૂછ્યો હતો, કે 'આ ગેમ ઝોન ક્યારે કામ કરતો થયો? પરમિશન માગી નહીં પણ તમારી જવાબદારી તો હતી ને.'

સરકારે કહ્યું- કોઈને છોડવામાં આવશે નહીં

હાઇકોર્ટના વેધક સવાલો પર સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું હતું, કે સરકાર તાત્કાલિક પગલાં ભર્યા છે. અને રાજ્યના તમામ ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા છે. સરકાર આ ઘટના બાબતે ખૂબ જ ગંભીર છે અને કોઈને છોડવામાં આવશે નહીં. છ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. છ આરોપીઓ સામે FIR કરવામાં આવી છે અને બેની ધરપકડ કરવામાં આવી છે. 

અરજદારે શું કહ્યું હતું? 

સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું હતું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા એમાંય બાળકોના મૃત્યુ થયા તે હત્યાથી ઓછું નથી. નિયમોના પાલન કરવામાં જ ન આવ્યા. અરજદારે દાવો કર્યો હતો કે આ ગેમ ઝોન એક ગેરકાયદે જગ્યાએ ચાલતું હતું છતાં તંત્ર અને પોલીસ દ્વારા આંખ મીચામણાં કરાયા હતા. તેના પર ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના ઢીલા વલણ અને ત્રણ વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી. 

હવે છ જૂને ફરી સુનાવણી
સુનાવણી બાદ કોર્ટે ફરી તંત્રને ટકોર કરી હતી કે અમે કમિશનરને સસ્પેન્ડ કરવાના હતા પરંતુ નથી કરી રહ્યા. સાથે સાથે ત્રણ જૂન પહેલા રાજકોટ પોલીસ કમિશનર અને અન્ય કોર્પોરેશનને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે આ કેસની સુનાવણી 6 જૂને ચીફ જજની બેન્ચ સમક્ષ ચલાવવામાં આવશે. 

શું તમે આંધળા થઈ ગયા છો? અમને હવે ભરોસો નથી રહ્યો, રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી 2 - image


Google NewsGoogle News