mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રાજકોટ અગ્નિકાંડ કેસ : પીડિત પરિવાર ન્યાય માટે એક જૂથ થઈને કોર્ટમાં આરોપી સામે લડત આપશે

Updated: Jun 26th, 2024

Rajkot TRP Game Zone

Rajkot Fire Case: રાજકોટ ખાતેના TRP Game Zone માં લાગેલી ભીષણ આગના કારણે બાળકો સહીત 27 જેટલાં લોકોનો મૃત્યુ થયા હતા. તેવામાં અગ્નિકાંડમાં સામેલ આરોપીઓને પકડવા તપાસના દૌર ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ પીડિત પરિવાર ન્યાય મેળવવા માટે એક જૂથ થઈને અગ્નિકાંડમાં સામેલ મોટા માથા સામે કોર્ટમાં લડવાની તૈયાર બતાવી હતી. જેમાં મોરબી ઝૂલતા પૂલ કાંડની જેમ જ TRP ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવાર એક જૂથ થઈને કોર્ટમાં ન્યાય માટે મજબૂત લડત આપશે. જેમાં વકિલ દ્વારા કોઈપણ પ્રકારની ફી લીધા વગર પીડિતોના હિતમાં કેસ લડશે.

TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવાર ન્યાયની પુકાર માટે એક જૂથ થઈને અગ્નિકાંડમાં સામેલ આરોપી સામે કોર્ટમાં લડત આપશે. અગાઉ બનેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ન્યાય મેળવવા માટે પીડિત પરિવાર એક જૂથ થઈને આરોપીઓ સામે કોર્ટમાં લડત લડી રહ્યાં છે. ત્યારે આવી જ ન્યાયની લડત આપવા માટે રાjજકોટ TRP ગેમ ઝોનમાં ભોગ બનેલા પીડિત પરિવાર એકઠા થઈને આરોપીઓ સામે કોર્ટમાં લડત આપશે.

આવા ભીષણ અગ્નિકાંડને અંજામ આપનાર એક પણ દોષિત બચી ના જાય તે માટે પીડિતો એકઠા થયા છે. આમ તેમાં 27 પૈકી 10 પીડિત પરિવાર એક જૂથ થઈને કોર્મમાં ન્યાયની લડત આપશે. ગેમ ઝોનમાં ભોગ બનેલા પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે વકિલ દ્વારા કોઈપણ પ્રકારની ફી લીધા વગર કોર્ટમાં કેસ લડશે.

જોકે, ગઇકાલે (25 જૂન) રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટનાને એક મહિનાનો સમય વીતી ગયો હતો. ત્યારે પહેલી માસિક તિથિ પર પીડિત પરિવાર સાથે મળીને કોંગ્રેસ દ્વારા અડધા દિવસ માટે રાજકોટ બંધનુ એલાન કર્યુ હતુ. પીડિતો સાથે સંવેદના વ્યક્ત કરતા તેમને જલ્દી ન્યાન મળે તેવી માંગણી સાથે રાજકોટમાં અડધા દિવસનું બંધનુ એલાન કર્યુ હતુ.

Gujarat