Get The App

રાજકોટ-અમદાવાદ હાઈવેને ચોટીલા નજીક બાયપાસ કરાશે, સરકાર પાસે મંજૂરી માગવામાં આવી

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
રાજકોટ-અમદાવાદ હાઈવેને ચોટીલા નજીક બાયપાસ કરાશે, સરકાર પાસે મંજૂરી માગવામાં આવી 1 - image
Representative image

Rajkot-Ahmedabad Highway: રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે. ત્યારે આ રોડ પર ખાસ કરીને અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતાં લાખો વાહનચાલકોને સૌથી વધુ ટ્રાફિક જામની સમસ્યા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પાસે નીકળતાં આ હાઇવે પાસે નડે છે. આ અન્વયે હવે આ રસ્તો માત્ર ચોટીલામાં જવા માટે રહેશે અને રાજકોટથી સીધા અમદાવાદ કે અમદાવાદથી સીધા રાજકોટ જવા ઇચ્છતા વાહનો માટે આટલી જ સાઇઝનો નવો હાઇવે ચોટીલાને બાસપાય બનાવવાની કવાયત શરુ કરાઈ છે.

નવો સાત કિમીનો સિક્સલેન રોડ સાંગાણી ગામ સુધી બનશે

મળતી માહિતી અનુસાર, રાજકોટથી ચોટીલા જતા ચામુંડા માતાજીના ડુંગરનો ગેઇટ આવે તે પહેલા હાઇવે પર એક ઓવરબ્રિજ આવે છે. આ બ્રિજ પહેલા જ ચાણપા ગામ પાસેથી કૂલ આશરે 219 કરોડ રૂપિયાના ખર્ચે નવા 60 મીટર (200 ફૂટ) પહોળાઈનો અને આશરે 7 કિ.મી.લંબાઈનો સિક્સલેન રોડ બનાવાશે. જે સીધો ચોટીલાને ઓળંગીને લિંબડી તરફ સાંગાણી ગામ પાસે નીકળીને સીધો અમદાવાદ એક્સપ્રેસ હાઇવેને મળશે. 

આ પણ વાંચો: ગુજરાતની 'નિર્ભયા'ના બે-બે ઓપરેશન બાદ પણ હાલત ગંભીર, બાળકીની હાલત જોઈ ડૉક્ટર ફફડ્યાં


ઉલ્લેખનીય છે કે ચોટીલા ડુંગરે દર પૂનમના દિવસે 1થી 2 લાખ યાત્રિકો આવતા હોય છે, દર રવિવારે પણ પચાસ હજારથી એક લાખ અને તહેવારોમાં પણ આટલી મેદની રહેતી હોય છે જેના કારણે અહીં લગભગ રોજ એક કિલોમીટરનો ગીચ ટ્રાફિક જામ સર્જાય છે. આમ, રાજકોટ-અમદાવાદ એક્સપ્રેસ રોડને બદલે આ સ્થળે ગાડા માર્ગ કરતાં વધુ ધીમો પડી જાય છે. જોકે, આ રોડના કામ માટે જો કે હજુ સરકારમાંથી મંજૂરી મંગાઈ છે અને મંજૂરી બાદ તેની કામગીરી આગળ વધશે. 

રાજકોટ-અમદાવાદ હાઈવેને ચોટીલા નજીક બાયપાસ કરાશે, સરકાર પાસે મંજૂરી માગવામાં આવી 2 - image


Google NewsGoogle News