રાજસ્થાનના પુષ્કરના મેળામાં જામનગરના રુસ્તમે મચાવી ધૂમ, સર્વ શ્રેષ્ઠ અશ્વનો મેળવ્યો ખિતાબ
Jamnagar News: રાજસ્થાનના પુષ્કરમાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં અહીં પહોંચી મેળાની મજા માણતા હોય છે. આ મેળામાં પ્રાણીઓની લે-વેચ તેમજ પ્રદર્શન થતું હોય છે. આ મેળામાં કાઠિયાવાડી, મારવાડી અને રાજસ્થાની સહિતની નસલના અશ્વો આવતા હોય છે. જેમાં આ વર્ષે જામનગરના રુસ્તમ નામના ઘોડાએ ધૂમ મચાવી હતી.
રુસ્તમને મળ્યું પહેલું સ્થાન
પુષ્કરના આ મેળામાં દર વર્ષે અશ્વોની રેસ પણ યોજાતી હોય છે. આ મેળામાં દરેક જાનવરમાંથી સર્વશ્રેષ્ઠ ઘોડાનો નંબર આપવામાં આવે છે. જેમાં આ વખતે જામનગરના રુસ્તમ નામના ઘોડાને સર્વશ્રેષ્ઠ ઘોડાનું સ્થાન મળ્યું છે. સર્વ શ્રેષ્ઠ ઘોડામાં રુસ્તમને પહેલો નંબર આપવામાં આવ્યો છે.
કોનો છે આ શાનદાર અશ્વ?
જામનગરના લોઠિયા ગામમાં રહેતા રણજીતસિંહ મહેડુ આ રુસ્તમ નામના ઘોડાના માલિક છે. રણજીતસિંહ મેહુડુ જામનગરમાં એનર્જી પાવડરનું મેન્યુફેક્ચરિંગ તથા આયાત કરે છે. તેમની પાસે કેસરિયા અને રુસ્તમ સહિત 10થી 12 જેટલા અશ્વો છે. તે છેલ્લાં 12 વર્ષથી અશ્વોની બ્રિડિંગ કરાવે છે. અશ્વ પ્રેમી હોવાના કારણે રણજીતસિંહ મેહુડે ખાસ ફાર્મહાઉસ બનાવ્યું છે.