Get The App

રાજસ્થાનમાં મંદિરે દર્શન બાદ ગુજરાત આવતી કારને બસે ફંગોળી નાખી, 5નાં દર્દનાક મોત

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
રાજસ્થાનમાં મંદિરે દર્શન બાદ ગુજરાત આવતી કારને બસે ફંગોળી નાખી, 5નાં દર્દનાક મોત 1 - image


Rajasthan Karauli News | રાજસ્થાનના કરૌલીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મોડી રાતે એક કાર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતાં આખો પરિવાર મોતને ભેટી ગયો. મૃતકોમાં સામેલ બધા ગુજરાતના છે અને તેઓ રાજસ્થાનમાં કૈલા દેવી મંદિરના દર્શને નીકળ્યા હતા. 


કારનું કચ્ચરઘાણ વળી ગયું 

માહિતી અનુસાર બસ અને કાર વચ્ચેની ટક્કર એટલી ભીષણ હતી કે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી પીડિતોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાયા હતા. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. 

રાજસ્થાનમાં મંદિરે દર્શન બાદ ગુજરાત આવતી કારને બસે ફંગોળી નાખી, 5નાં દર્દનાક મોત 2 - image

શું બોલ્યાં અધિકારીઓ? 

આ મામલે કરૌલી જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર રમેશ મીણાએ કહ્યું કે તમામ મૃતકો એક જ પરિવારના છે. તેઓ તમામ કૈલા દેવી મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા. આ સાથે બસમાં સવાર અન્ય 15ને પણ ગંભીર ઈજાઓ થઇ છે. જેમની હાલ સારવાર ચાલી રહી છે. 

મૃતકોની ઓળખ જાહેર કરાઈ

આ દુર્ઘટના બાદ કારના ટુકડાં થઈ ગયા હતા. મૃતકોમાં સામેલ લોકો ઈન્દોરના વતની હતા પણ હાલમાં આ પરિવાર ગુજરાતના વડોદરામાં સ્થાયી થયો હતો. જેમાં નયન કુમાર દેશમુખ, પત્ની અનીતા, દીકરો ખુશદેવ, દીકરી મનસ્વી અને સંબંધી પ્રીતિ ભટ્ટ તરીકે થઇ છે. આ બધા લોકોની ઓળખ તેમના આધારકાર્ડના આધારે જાહેર કરાઈ હતી. 

રાજસ્થાનમાં મંદિરે દર્શન બાદ ગુજરાત આવતી કારને બસે ફંગોળી નાખી, 5નાં દર્દનાક મોત 3 - image




Google NewsGoogle News