આ તારીખથી ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Heavy Rain In Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ હળવો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 04 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે. જેમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, સુરત નર્મદા, જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી બે દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
1 ઓગસ્ટની આગાહી
આવતી કાલે રાજ્યમાં વરસાદનું એટલું જોર જોવા મળશે નહીં. જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચો : નેવીમાં ફરજ બજાવતા ભાવનગરના જવાન વીરગતિ પામ્યા, આવતીકાલે રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
2 ઓગસ્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ વરસાદી માહોલ હળવો રહ્યાં બાદ 2 ઓગસ્ટથી રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદીની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના મોટાભાગના જિલ્લામાં હવામાન વિભાગે નો વોર્નિંગ જાહેર કરતાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.
3 ઓગસ્ટની આગાહી
આ દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વાયનાડમાં 250થી વધુના મોત : કુદરતના રૌદ્ર રૂપે તારાજી સર્જી, 300થી વધુ હજુ ગુમ
4 ઓગસ્ટની આગાહી
રાજ્યમાં સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે 4 ઓગસ્ટના દિવસે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 23 જિલ્લામાં હવામાન વિભાગે નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.