અમદાવાદમાં ચારેકોર 'મેહુલિયો' વરસ્યો, મોટાભાગના વિસ્તારો ભિંજાયા, વાહનોની અવર-જવરને અસર

વટવા, ઈસનપુર, મણિનગર, સરખેજ, જુહાપુરા, એસ.જી.હાઈવે સહિત અમદાવાદના મોટાભાગના વિસ્તારો ભિંજાયા

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં ચારેકોર 'મેહુલિયો' વરસ્યો, મોટાભાગના વિસ્તારો ભિંજાયા, વાહનોની અવર-જવરને અસર 1 - image

અમદાવાદમાં રાતે શરૂ થયેલો વરસાદ ધીમી ધારે આખી રાત વરસ્યો હતો. જેના લીધે ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો જોવા મળ્યાં હતાં. સતત વરસી રહેલા વરસાદ અને ધુમ્મસ વચ્ચે વહેલી સવારે પણ વાહનોને અવર-જવરમાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો. 

ક્યાં ક્યાં પડ્યો વરસાદ? 

અમદાવાદમાં વટવા, ઈસનપુર, મણિનગર, સરખેજ, જુહાપુરા, એસ.જી.હાઈવે, વાસણા સહિતના મોટાભાગના વિસ્તારોમાં પાણી જ પાણી થઇ ગયું હતું. ચારેકોર વરસાદની સ્થિતિ જોવા મળી હતી. 

હવામાન વિભાગે કરી છે આગાહી

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ફરી મેઘરાજાની સવારી આગળ વધી છે. હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ વરસાદની આશંકા વ્યક્ત કરી હતી. તેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. 



Google NewsGoogle News