હવામાન વિભાગની શનિવારે વરસાદની આગાહી, અમદાવાદમાં ક્રિકેટ રસીકોની મજા બગડવાની શક્યતાઓ

આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડશે

હાલમાં વરસાદ બંધ હોવાથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
હવામાન વિભાગની શનિવારે વરસાદની આગાહી, અમદાવાદમાં ક્રિકેટ રસીકોની મજા બગડવાની શક્યતાઓ 1 - image



અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં આગામી શનિવારથી ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપની ક્રિકેટ મેચ રમાવાની છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. (Ind vs Pak)આ ઉપરાંત દેશની સુરક્ષા એજન્સીઓ પણ મેચને લઈને એલર્ટ થઈ ગઈ છે.(world cup cricket) ક્રિકેટ રસીકો આ મેચ માટે ખૂબજ આતૂર બની ગયાં છે. (Rain forecast)ત્યારે રંગમાં ભંગ પડાવે તેવા મેઘરાજાની પધરામણીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડશે.

હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં હળવા વરસાદની શક્યતાઓ છે. તે ઉપરાંત હવામાન વિભાગના ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે,ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર અમદાવાદમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. પરંતુ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની સંભાવના છે. 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

પ્રથમ નોરતાનાં દિવસે અનેક સ્થળે વરસાદની સંભાવના

બીજી તરફ હાલમાં વરસાદ બંધ હોવાથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. તેની સાથે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યારે ચોમાસાની વિદાયની સાથે હવે આકરો તાપ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં જ રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે. જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે. જો કે અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવના છે. 

હવામાન વિભાગની શનિવારે વરસાદની આગાહી, અમદાવાદમાં ક્રિકેટ રસીકોની મજા બગડવાની શક્યતાઓ 2 - image




Google NewsGoogle News