રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ કચ્છ જિલ્લાના લખપતમાં ખાબક્યો

છેલ્લા 2 કલાકમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો

આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ કચ્છ જિલ્લાના લખપતમાં ખાબક્યો 1 - image


ગુજરાતમાં હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં આ વર્ષે સિઝનનો 101 ટકા વરસાદ વરસી ગયો છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં જ્યારે છેલ્લા 2 કલાકમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

રાજ્યના 215 તાલુકામાં વરસાદ નોંધાયો

હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ રાજસ્થાનના દક્ષિણ ક્ષેત્રમાં સર્જાયેલું સકર્યુલેશન પશ્ચિમ ભાગ તરફ આગળ વધી રહ્યું છે જેને પગલે સૌરાષ્ટ્ર - કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાત તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ વરસ્યો છે તેમજ છેલ્લા 2 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં આણંદ જિલ્લાના સોજીત્રામાં સૌથી વધુ  વરસાદ નોંધાયો છે.

હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલીમાં પણ વરસાદની શક્યતા છે. જો કે આગામી દિવસો બાદ વરસાદનું જોર ઘટી જશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનિય છે કે આ સિઝનમાં 100 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો અને સમગ્ર મહિનો કોરોધાકોર રહ્યો હતો. 


Google NewsGoogle News