Get The App

ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ

Updated: Mar 29th, 2025


Google News
Google News
GUJARAT RAIN


Gujarat Weather: ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં ઘણાં શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યના આ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

હવામાન વિભાગની અનુસાર, મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે 31મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. 31મી માર્ચે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે.

પહેલી એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 

બીજી એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ત્રીજી ઓપ્રિલે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે.



અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં તોફાન જેવા પવન ફૂંકાશે. બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી અને એપ્રિલની શરુઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ છે.

ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ 2 - image

Tags :