Get The App

તહેવારોમાં રેલવે વિભાગ દોડાવશે 6 હજાર ખાસ ટ્રેન, જોઈ લો અમદાવાદથી ઉપડનારી ટ્રેનની યાદી

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
Train


Ahmedabad Special Trains : ભારતીય રેલવે વિભાગે તહેવારોને ધ્યાનમાં રાખીને 6 હજાર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈને રેલવે વિભાગે અમદાવાદથી ઉપડનારી ટ્રેનોની યાદી બહાર પાડી છે. અમદાવાદથી બિહાર જવા માટે પશ્ચિમ વિભાગ દ્વારા અઠવાડિયામાં બે ટ્રેનો મૂકવામાં આવી છે. જેમાં વિશેષ ભાડા સાથે અમદાવાદ-દાનાપુર-અમદાવાદ અને સાબરમતી-સીતામઢી-અમદાવાદ રૂટની સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે.

અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન દોડશે

અમદાવાદ-દાનાપુર 09457 સ્પેશિયલ ટ્રેન આગામી 6 ઑક્ટોબરથી 24 નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર રવિવારે સવારે અમદાવાદથી 8:25 વાગ્યે ઉપડશે અને 25 તારીખે બપોરે 3 વાગ્યે દાનાપુર બિહાર પાસે પહોંચાડશે.

જ્યારે દાનાપુરથી રીર્ટન અમદાવાદ આવવા માટે દાનાપુર-અમદાવાદ 09458 સ્પેશિયલ ટ્રેનમાં આવવાનું રહેશે. જે 7 ઑક્ટોબરથી 25 નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર સોમવારે સાંજના 6:10 વાગ્યે ઉપડશે અને અમદાવાદમાં ત્રીજા દિવસે બપોરના 3 વાગ્યે પહોંચાડશે.

આ પણ વાંચો : નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ,પણ ખેલૈયાઓના અરમાનો પર 'પાણી' ફરવાનું જોખમ

સાબરમતી-સીતામઢી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન દોડશે

5 ઑક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડનારી સાબરમતી-સીતામઢી 09421 સ્પેશિયલ ટ્રેન દર શનિવારે 7:45 વાગ્યાથી સાબરમતીથી ઉપડશે અને ત્રીજા દિવસે સીતામઢી ખાતે 8:30 વાગ્યે પહોંચાડશે.

જ્યારે સીતામઢીથી રીટર્ન આવવા માટે સીતામઢી-સાબરમતી 09422 સ્પેશિયલ ટ્રેન 7 ઑક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી શરુ રહેશે. આ ટ્રેન સીતામઢીથી દર સોમવારે સાંજના 4 વાગ્યે ઉપડશે અને સાબરમતી ખાતે ત્રીજા દિવસે સવારના 6 વાગ્યે પહોંચાડશે. 

આ પણ વાંચો : ગોંડલ સ્ટેટના 'અસલી રાજા' કોણ? યદુવેન્દ્રસિંહ જાડેજા અને હિમાંશુસિંહ જાડેજા વચ્ચે વિવાદ વકર્યો 

આ રૂટથી પસાર થશે અમદાવાદ-દાનાપુર ટ્રેન 

અમદાવાદ-દાનાપુર ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાઓરા રાજગઢ, રુથિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, સોની, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશને ઊભી રહેશે.

તહેવારોમાં રેલવે વિભાગ દોડાવશે 6 હજાર ખાસ ટ્રેન, જોઈ લો અમદાવાદથી ઉપડનારી ટ્રેનની યાદી 2 - image

આ રૂટથી પસાર થશે સાબરમતી-સીતામઢી ટ્રેન 

સાબરમતી-સીતામઢી ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંડીકુઈ, ભરતપુર, અછનેરા, આગ્રાનો કિલ્લો, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનૌ, બારાબંકી, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, સિસ્વા બજાર, નરકટિયાગંજ અને રક્સૌલ સ્ટેશને ઊભી રહેશે.

તહેવારોમાં રેલવે વિભાગ દોડાવશે 6 હજાર ખાસ ટ્રેન, જોઈ લો અમદાવાદથી ઉપડનારી ટ્રેનની યાદી 3 - image

આ તારીખથી શરુ થશે ટ્રેનોનું બુકિંગ

રેવલે વિભાગે તહેવારો દરમિયાન સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે, ત્યારે આ ટ્રેનોનું બુકિંગ 29 સપ્ટેમબરથી શરુ થશે. જેમાં જનરલ ક્લાસ, સ્લીપર ક્લાસ અને એસી કોચ છે. ટ્રેનની જરૂરી માહિતી રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવી શકાશે.


Google NewsGoogle News