રાહુલ ગાંધીનો અમદાવાદમાં હુંકાર, 'કોંગ્રેસની ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું'
Rahul Gandhi Gujarat Visit : આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે 10 વર્ષમાં પહેલીવાર ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમી ઉઠ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તા એક અનોખો જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી તેમના અમદાવાદ પ્રવાસ દરમિયાન તેઓ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં ઘાયલ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાયેલા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાના હતા.
Rahul Gandhi Ahmedabad visit Live:
રાહુલ ગાંધીના ભાજપ પર પ્રચંડ પ્રહાર
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપને અમે નફરતથી નહીં પ્રેમથી હરાવીશું. રાહુલે ભાજપને લલકારતાં કહ્યું કે તમારો ફુગ્ગો ફૂટી ગયો છે. અમે 2017માં પણ દમખમથી ચૂંટણી લડ્યા હતા અને આગળ પણ લડીશું. પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના તમામ દિગ્ગજો કોંગ્રેસના દરેક કાર્યકરની સાથે છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની તૈયારી કરી લેવામાં આવી છે.
ભાજપે અયોધ્યા પર રાજકારણ કર્યું
• રાહુલ ગાંધીએ કહ્યું કે અયોધ્યામાં ભાજપે નાગરિકો સાથે મોટો અન્યાય કર્યો છે. એરપોર્ટ માટે ખેડૂતોની જમીન લેવામાં આવી છે. પરંતુ ખેડૂતોને આજ સુધી વળતર મળ્યું નથી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યાનું કોઇ ન હતું. રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં કોઇ ગરીબ જોવા મળ્યું નહી. ભાજપે અયોધ્યા પર રાજકારણ કર્યું. ભાજપે ભગવાન રામનું રાજકારણ કર્યું જેમના ઘર અને દુકાનો તોડવામાં આવી તેમને આજ દિન સુધી વળતર મળ્યું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાથી ચુંટણી લડવા માંગતા હતા તેના માટે 3 વખત સર્વે કરાવવામાં આવ્યો હતો પરંતુ આ સર્વે નેગેટિવ આવતાં તેઓ વારાણસી ચૂંટણી લડ્યા. નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર ફાઇનલ હતી. વારાણસીમાં પણ તેમની પાતળી સરસાઇથી જીત થઇ છે.
કોંગ્રેસની ઓફિસો તોડી એ રીતે જ અમે તેમની સરકાર તોડીશું
• રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યાલય પર હુમલા વિશે કહ્યું કે જે રીતે એ લોકોએ અમારી ઓફિસો તોડી છે અમે પણ હવે તેમની સરકાર તોડીશું. ગુજરાતમાં એ લોકોને હરાવીને જ ઝંપીશું. રાહુલે કહ્યું કે દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી.
'અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ હારશે ભાજપ...'
• રાહુલ ગાંધીએ અમદાવાદના પાલડી ખાતે કોંગ્રેસના કાર્યાલયે સભાને સંબોધતાં કોંગ્રેસી કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો. તેમણે ફરી એકવાર ગુજરાતમાં ભાજપને હરાવવા પર ભાર મૂકતાં કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે અને તેઓ ચોક્કસ આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવશે.
રામમંદિર મુદ્દે શું બોલ્યાં
• રાહુલ ગાંધીએ રામમંદિર મુદ્દે કહ્યું કે રામમંદિરના ઉદઘાટન સમયે પણ કોઈ ગરીબ દેખાયું નહોતું. ફક્ત ધનિકો અને સેલિબ્રિટીઓની લાંબી લાંબી લાઈનો દેખાઈ રહી હતી. અયોધ્યાનમાં ભાજપની નીતિ નિષ્ફળ રહી અને આ કારણે જ ભાજપ અયોધ્યામાં હાર્યો. ભાજપે ભરપૂર પ્રયાસો કર્યા છતાં I.N.D.I.A. ગઠબંધન અયોધ્યામાં જીતી ગયું. રાહુલે મોદીને પડકારતાં કહ્યું કે ગુજરાતથી જ નવી કોંગ્રેસની શરૂઆત થશે અને અમે અહીં જીતીશું. ગુજરાતની જનતા ડર્યા વિના લડશે તો અમે જીતી જઈશું.
રાહુલના ગુજરાત પ્રવાસ દરમિયાન શક્તિસિંહે શું કહ્યું?
• રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઇને કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમારા નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદ આવશે. તે રાજ્ય કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરશે અને તેમની સાથે વાતચીત કરશે. શક્તિસિંહ ગોહિલે કહ્યું આખા ગુજરાતમાં મને ઘણા લોકોના ફોન આવ્યા છે, જે લોકોની સાથે ભાજપ શાસનમાં અન્યાય થયો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ન્યા માટે લડે છે. તેમણે કહ્યું કે ભાજપ પર વિશ્વાસ હતો, તેમણે ન્યાય મળ્યો નહી અને તે રાહુલ ગાંધી સમક્ષ પોતાની વાત રજૂ કરવા માંગે છે, એટલા માટે અમે રાહુલ ગંધીને પણ તેમની સાથે વાત કરવાનો અનુરોધ કર્યો છે.
• રાહુલ ગાંધીના આગમન પહેલાં જ વીએચપી (વિશ્વ હિંદુ પરિષદ) અને બજરંગના કાર્યકર્તાઓ દ્વારા જય શ્રી રામના નારા સાથે દેખાવો શરૂ કરી દીધો હતો. અને આ સાથે અમદાવાદના પાલડી વિસ્તારોમાં વીએચપીના કાર્યકારોએ ચક્કામ સર્જ્યો છે.
હું કોંગ્રેસના કાર્યકર્તાઓને જેલમાં પણ મળવા જઇશ
• પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના તમામ કાર્યકરોને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં લીધા હોવાથી રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓને મળી શકશે નહી. પરંતુ કોંગ્રેસની લીગલ સાબરમતી જેલ પહોંચી ગઇ છે કાર્યકર્તાઓને મળ્વા માટે મુલાકાતનો સમય માંગ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું કોંગ્રેસ કાર્યકરોને મળવા માટે જેલમાં પણ જઇશ.
પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના તમામ કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં લીધા હતા. નોંધનીય છે કે બપોરે 3 વાગે તેમના રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી પહોંચે અને વાસણા પોલીસ સ્ટેશને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરે તે પહેલાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
ત્યારે હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો પહોંચી ગયા છે. આ દરમિયાન પીડિત પરિવારની મહિલાઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. જેને લીધે માહોલ ગમગીન બની હતો. ત્યારે થોડીવારમાં રાહુલ ગાંધી અમદાવાદ પહોંચવાના છે. કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અનોખો જોશ અને જુસ્સા જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત મોરચે સક્રિય બન્યા છે. તેમણે સદનમાં ભાજપને ગુજરાતમાં હરાવવાનો પડકાર પણ ફેંક્યો હતો.