રાઘવજી, પ્રદીપ પરમારનું પત્તું કપાશેઃ વાઘાણીનું ખાતુ બદલાશે
- હવે શું થશે, સૌ કોઇની નજર કમલમ પર...
- રૂપાણી મંત્રીમંડળના ત્રણેક સિનિયર મંત્રીઓની રિ-એન્ટ્રી થશે એવી ચર્ચા
અમદાવાદ, સોમવાર
રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા છિનવી લેવાયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભાજપના નેતા બી.એલ.સંતોષ પણ ગાંધીનગર દોડી આવ્યા છે ત્યારે રાઘવજી પટેલ, પ્રદિપ પરમાર પાસેથી મંત્રીપદ, હજુ બે ત્રણ મંત્રીઓના ખાતા છિનવાઇ શકે તેવી અટકળોએ જોર પકડ્યુ છે.
આ તરફ, એવી ચર્ચા છેકે, લમ્પી રોગચાળાને કાબૂમાં લઇ શકાયો નથી. પ્રશ્નો ન ઉકેલાતાં ખેડૂતો સરકારથી નારાજ છે. આ જોતાં રાઘવજી પટેલ ખરા ઉતર્યા નથી. આ જોતાં રાઘવજી પટેલની હકાલપટ્ટી થઇ શકે છે. આ ઉપરાંત પાસેથી મંત્રીપદ છિનવાશે. આ ઉપરાંત સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારનીય મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી થઇ શકે છે. આ ઉપરાંત જીતુ વાઘાણી, સહિત અન્ય બે ત્રણ મંત્રીઓના નામો ચર્ચાઇ રહ્યા છે જેમના ખાતામાં ફેરબદલ આવી શકે છે.
બી.એલ.સંતોષે કમલમમાં આઇટી-સોશિયલ મિડિયા ઉપરાંત ઓબીસી મોરચા સહિત અન્ય તબક્કાવાર બેઠકો યોજી હતી. વર્તમાન રાજકીય પરિસ્થિતીની જાણકારી મેળવી હતી. આગામી દિવસોમાં જ ખબર પડશે કે કોનુ રાજકીય કદ વધ્યુને કોનુ કદ ઘટયુ. અત્યારે સૌની નજર કમલમ તરફ મંડાઇ છેકે, હવે શું થશે.