Get The App

ગુજરાતમાં રબારી સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઘડાયેલું નવું બંધારણ આજથી લાગુ, જાણો શું-શું નવા નિયમો બનાવાયા

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
Rabari Samaj Constitution


Rabari Samaj Constitution : ગુજરાતમાં સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે રબારી સમાજ બંધારણ પરિષદ, અમદાવાદ દ્વારા નવા નિયમો આજે બુધવારથી (15 જાન્યુઆરી, 2025) અમલમાં મુકવામાં આવ્યા છે. જેમાં પહેરામણી, સગાઈ, સીમંત, લગ્ન પ્રસંગ, મોબાઈલમાં મુકાતા સ્ટેટ્સ સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. 

સમાજમાં કુરિવાજો દૂર કરવા લાગુ કરાયા ચોક્કસ નિયમો

અમદાવાદમાં રબારી સમાજ બંધારણ પરિષદ દ્વારા સમાજમાં કુરિવાજો દૂર કરવાના નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. લાગુ કરાયેલા નવા નિયમોમાં સગાઈ, લગ્ન, સીમંત સહિતના અનેક પ્રસંગોને ધ્યાનમાં રાખીને સમાજ માટે ચોક્કસ નિયમો લાગુ કરાયા છે. જેમાં બેફામ પહેરામણીને કંટ્રોલમાં કરવા માટે બંધ કવરની પ્રથા શરૂ કરી છે. 

ગુજરાતમાં રબારી સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઘડાયેલું નવું બંધારણ આજથી લાગુ, જાણો શું-શું નવા નિયમો બનાવાયા 2 - image

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં નવો HMPVનો કેસ નોંધાતા હડકંપ, ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યનો છઠ્ઠો કેસ

ગુજરાતમાં રબારી સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઘડાયેલું નવું બંધારણ આજથી લાગુ, જાણો શું-શું નવા નિયમો બનાવાયા 3 - image

પ્રી-વેડિંગ, ડી.જે, મોબાઈલમાં મુકાતા સ્ટેટ્સ સહિત પર પ્રતિબંધ

લગ્ન પ્રસંગમાં લાઈવ ડી.જે. ગરબા, લગ્ન ગીતો, કલાકાર, બેન્ડબાજા સદંતર બંધ રહેશે. આ ઉપરાંત, મોબાઈલમાં સ્ટેટ્સ ન મુકવા, પ્રી-વેડિંગ, પાર્ટી સહિત પર પ્રતિબંધ મુકાયો છે. જ્યારે લગ્નમાં ફક્ત 5 થી 7 તોલા સોનું આપવું, વર-વધુનો ચાંદલો 5 થી 10 લોકોની મર્યાદિત સંખ્યામાં લઈ જવો સહિતના નિયમોનો સમાવેશ કરાયો છે. 


Google NewsGoogle News