Get The App

રખિયાલમાં બાઇક ઉપર અપહણ કરીને યુવકને માર મારતા લઇ ગયા

સોશિયલ મિડિયામાં વિડિયો પણ વાયરલ કર્યો

યુવકને ઢોર માર મારી બાઇક પર મારતા મારતા ઉપાડી ગયા

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
રખિયાલમાં બાઇક ઉપર અપહણ કરીને યુવકને માર મારતા  લઇ ગયા 1 - image

અમદાવાદ,બુધવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડરના હોય તેમ જાહેરમાં ખુલ્લી તલવારો સાથે આતંક મચાવવાના બનાવો સામાન્ય બની ગયા છે. રખિયાલ વિસ્તારમાં ત્રણ  શખ્સો યુવકને જાહેરમાં ઢોર માર મારીને બાઈક ઉપર અપહરણ કર્યું હતું. સોશિયલ મિડિયામાં અપહરણ કરીને માર મારતો વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને અપહરણકારોને પકડવા કવાયત શરુ કરી છે.

અમનચોક પાસે જાહેરમાં ત્રણ શખ્સો યુવકને ઢોર માર મારી બાઇક પર મારતા મારતા ઉપાડી ગયા

રખિયાલ વિસ્તારમાં આવેલા અમનચોક ખાતે એક યુવકને જાહેરમાં ઢોર માર મારીને ત્રણ શખ્સો બાઇક બેસાડીને મારતા મારતા લઇ ગયા હતા. આ બનાવનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત રખિયાલ પોલીસ હરકતમાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ બાપુનગર ખાતે રહેતા યુવક સાથે ગઇકાલે રાતે તકરાર થઇ હતી અને રખિયાલ અમન ચોક ખાતે જાહેરમાં યુવકને માર મારીને બાઇક ઉપર બેસાડયા બાદ પણ ચાલું બાઇકે મારતા મારતા લઇ જતા હોવાના દ્વશ્યો વિડિયોમાં નજરે પડી રહ્યા છે. આ બનાવના પગલે રખિયાલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ત્રણ શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં  આવી રહી છે અને અપહરણ કરાયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.


Tags :