Get The App

નકલી સરકારી કચેરી કૌભાંડમાં ભાજપના નેતાના વેવાઈની સંડોવણી! સ્થાનિક રાજકારણ ગરમાયું

Updated: May 24th, 2024


Google NewsGoogle News
નકલી સરકારી કચેરી કૌભાંડમાં ભાજપના નેતાના વેવાઈની સંડોવણી! સ્થાનિક રાજકારણ ગરમાયું 1 - image


Fake Irrigation Office in Modasa: ગુજરાતમાં છોટા ઉદેપુર બાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી પર્દાફાશ થયો છે. નવાઈની વાત એ છે કે, ખુદ ભાજપના ધારાસભ્યએ જનતારેડ પાડીને નકલી સરકારી કચેરી પકડી પાડી છે. હવે આ કૌભાંડમાં એવો ખુલાસો થયો છે કે, નકલી કચેરીમાં ભાજપ નેતા ભીખાજી ઠાકોરના વેવાઈની સંડોવણી છે. 

આ જોતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે તેનુ કારણ એ છે કે, અટકકાંડને કારણે જ ભીખાજીની ટીકીટ કાપવામાં આવી હતી. આ કૌભાંડમાં ભીખાજીના વેવાઈનું કનેક્શન બહાર આવતાં રાજકીય ચર્ચા શરૂ છે કે, નકલી કચેરી કૌભાંડના બહાને ભાજપના ધારાસભ્ય ધવલસિંહે ભીખાજીને ટાર્ગેટ તો નથી કર્યાંને?

નકલી સિંચાઇ કચેરી પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નકલી કચેરીમાંથી 50 થી પણ વધારે રબ્બર સ્ટેમ્પ, લેટર પેડ, કોમ્પ્યુટર, અનેક બીલો અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે સાથે ગાંધીનગરથી સચિવ કક્ષાએથી સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તપાસ કમિટીની નિમી જીલ્લા કલેક્ટરે પણ તપાસ શરૂ કરી છે. 

ઉલ્લેખનીય છે કે, મોડાસામાં તિરૂપતિ રાજ બંગ્લોઝમાં જનતા રેડ કરી ખુદ ભાજપના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીની પોલ ઉઘાડી પાડી હતી. ધારાસભ્ય ધવલ સિંહે આક્ષેપ કર્યો કે,નકલી કચેરી પ્રકરણમાં સરકારી અધિકારીઓની સંડોવણી છે.

આ તરફ, અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ચર્ચા છે કે, નકલી કચેરી કૌભાંડમાં હવે જયારે ભીખાજી ઠાકોરના વેવાઈનું નામ બહાર આવ્યુ છે. નકલી કચેરીમાં કામ કરતાં નિવૃત કર્મચારી પી. એન. ડામોર ભીખાજી ઠાકોરના વેવાઇ હોવાનું તપાસમાં ખુલ્યુ છે. 

સવાલ એ છે કે, ખુદ ભાજપના જ ધારાસભ્ય ધવલસિંહે આ કૌભાંડ પકડી પાડયુ છે. નકલી કચેરી તો ઠીક પણ ભાજપના ધારાસભ્યના નિશાના પર ભીખાજી ઠાકોર છે તેમ ચર્ચાઈ રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં ભીખાજી ઠાકોરને બદલી શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારબાદ ભિખાજીના સમર્થકોએ ભાજપ વિરૂધ્ધ હંગામો મચાવ્યો હતો. એટલુ જ નહીં, 

મુખ્યમંત્રીથી માંડીને ભાજપના પ્રભારીએ ભીખાજી અને તેમના સમર્થકોના મનામણાં માટે ઘણી મથામણ કરી હતી. હવે જયારે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે રાજકીય હિસાબ કિતાબ પૂરો કરવા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યુ હોવાની વાત છે.

નકલી સરકારી કચેરી કૌભાંડમાં ભાજપના નેતાના વેવાઈની સંડોવણી! સ્થાનિક રાજકારણ ગરમાયું 2 - image


Google NewsGoogle News