Get The App

તંત્રની કામગીરી સામે સવાલ , નારોલની ગેરકાયદે ગૌ-શાળામાં સંચાલકે વધુ ગાય લાવી મુકી દીધી

અમદાવાદ મ્યુનિ.ઢોરપાર્ટીની કામગીરી અવરોધવા બદલ નારોલ-નિકોલ પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરાઈ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News

        

તંત્રની કામગીરી સામે સવાલ , નારોલની ગેરકાયદે ગૌ-શાળામાં સંચાલકે વધુ ગાય લાવી મુકી દીધી 1 - image
અમદાવાદ,ગુરુવાર, 2 નવેમબર,2023

અમદાવાદ મ્યુનિ.ની ઢોરપાર્ટીએ નારોલ જુની કોર્ટ પાસે ગેરકાયદે ઉભી કરવામાં આવેલી ગૌ-શાળામાંથી ૧૨૨ ગાય પકડી મ્યુનિ.ના ઢોરના ડબામાં મોકલી દીધી હતી.આ ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ ગૌ-શાળા સંચાલકે  અંદાજે દસથી વધુ ગાય લાવી એજ સ્થળે લાવી મુકી દેતા મ્યુનિ.તંત્રની કામગીરી સામે સવાલ ઉપસ્થિત થઈ રહયા છે.મ્યુનિ. ઢોરપાર્ટીની કામગીરી અવરોધવા બદલ નારોલ તથા નિકોલ પોલીસ સ્ટેશનમાં  અલગ અલગ ફરિયાદ નોંધાવામા આવી છે.

નારોલ-અસલાલી હાઈવે ઉપર જુની કોર્ટના આગળના ભાગમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી રણછોડભાઈ મનુભાઈ પરમાર રહે,જુની કોર્ટ પાસે,નારોલ દ્વારા ગૌશાળા બનાવવામા આવી હતી.આ ગેરકાયદેસર ગૌ-શાળામાં રાખવામાં આવેલી ૧૨૨ ગાય દક્ષિણઝોનના મ્યુનિ.અધિકારીઓ દ્વારા હટાવી લેવાની સુચના અપાતા આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનરને ધમકી અપાઈ હતી.નારોલ પોલીસ સ્ટેશનમાં મ્યુનિ.તરફથી પોલીસ ફરિયાદ પણ નોંધાવામા આવી હતી.બુધવારે પીપળજ ગામમા રખડતી ગાય પકડતી વખતે તેમજ દાસ્તાન સર્કલથી કઠવાડા જતા રોડ ઉપર પશુ પકડવાની કામગીરી કરી રહેલા ટ્રેકટરને ૮થી ૧૦ અજાણ્યા બાઈકસવારોએ આવીને રાકી સ્ટાફને ધમકી આપતા નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ મ્યુનિ.તરફથી નોંધાવાઈ હતી.ગુરુવારે બપોરે ચાર કલાક સુધીમાં શહેરમાંથી મ્યુનિ.ટીમે ૧૯૭ પશુ પકડી ૨૭૮૭૦ કિલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કર્યો હતો.


Google NewsGoogle News