પોલીસ જવાનની કારની ટક્કરથી દંપતિ ગંભીર રીતે ઘાયલ
હાંસોલ સર્કલ પાસે બાઇકને ટક્કર માર્યા બાદ એક્ટિવાને ટક્કર મારી કાર લઇ ફરાર
એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
અમદાવાદ, રવિવાર
સરદારનગર હાંસોલ તલાવડી સર્કલ પાસે ગઇકાલે સાંજે પૂરઝડપે કાર લઇને આવી રહેલા પોલીસ જવાને બાઇકને ટક્કર મારી હતી ત્યારબાદ એક્ટિવાને ટક્કર મારતાં દંપતિને હાથ-પગ સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે અક્સમાતનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પતિ-પત્નીને હાથ પગ સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર હેઠળ,એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
સરદારનગર આંબાવાડી ખાતે રહેતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૮.૪૫ વાગે તેઓ પત્નીને બેસાડીને એક્ટિવા લઇને હાંસોલ તલાવડી સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા આ સમયે એક પોલીસ જવાન પૂર ઝડપે કાર લઇને આવી રહ્યા હતા અને એક્ટિવાને ટક્કર મારતાં પતિ અને પત્ની રોડ ઉપર પટકાયા હતા તેઓને હાથ અને પગ સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
બીજીતરફ કાર ચાલકે પ્રથમ બાઇક ચાલકને ટક્કર મારીને ભાગતી વખતે એક્ટિવાના ટક્કર મારતાં દંપતિ ગંભીર રીતે ઘાયલ થયું હતું. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસે અક્સમાતનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.