Get The App

VIDEO : દિલજીત દોસાંઝે ગુજરાતી ગીત પર કર્યા ગરબા, અમદાવાદમાં ફાફડા-જલેબીની મજા માણી

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
VIDEO : દિલજીત દોસાંઝે ગુજરાતી ગીત પર કર્યા ગરબા, અમદાવાદમાં ફાફડા-જલેબીની મજા માણી 1 - image


Diljit Dosanjh in Ahmedabad : પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ પોતાના આગામી કોન્સર્ટ માટે ગુજરાત પહોંચ્યો છે. ત્યારે રવિવારે (17 નવેમ્બર, 2024) ગુજરાતના અમદાવાદમાં તે ગુજરાતી નાસ્તાની મજા માણતો જોવા મળ્યો હતો. આ સાથે તેણે અમદાવાદની સફર પણ કરી હતી. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

દિલજીત દોસાંઝે ઈન્સ્ટાગ્રામ પર ગુજરાતી સોંગ 'નામ અમદાવાદ...' સાથે એક રિલ્સ અપલોડ કરી છે. જેના કેપ્શનમાં 'કેમ છો અમદાવાદ' લખ્યું છે. રિલ્સમાં તે ગુજરાતી સ્ટાઈલમાં ગરબા કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે પોતાની ટીમ સાથે અમદાવાદમાં ઓસ્વાલના ફાફડા-જલેબીની લૂફ્ત ઉઠાવતો જોવા મળે છે. આ સાથે તે અમદાવાદની કેટલીક જગ્યાઓની મુલાકાત લે છે, જેમાં ત્રણ દરવાજા પહોંચે છે. અહીં ઉમટી પડેલા લોકોનું અભિવાદન કરતો જોવા મળે છે.


17મી નવેમ્બરે (7:00 PM - 10:00 PM) ગિફ્ટસિટી, ગાંધીનગર ખાતે પંજાબના પોતાના ગ્લોબલ આઈકન દિલજીત દોસાંઝના દિલ-લુમિનાટી કોન્સર્ટ યોજાયો.


Google NewsGoogle News