૨૦ દુકાન-૭૮ ઓફિસ વેચવા જાહેર હરાજી કરાશે, પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કીંગની દુકાન-ઓફિસ વેચી ૨૬૦ કરોડની આવક કરાશે
દરેક ફલોરની અલગ અલગ બેઝ પ્રાઈસ નકકી કરાઈ, બીજા, ત્રીજા અને ચોથા માળ ઉપર વાહન પાર્કીંગ કરવા માટેની સુવિધા
અમદાવાદ,મંગળવાર,21
નવેમ્બર,2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા
પ્રહલાદનગર ચારરસ્તા પાસે બનાવવામાં આવેલા મલ્ટીલેવલપાર્કીંગની ૨૦ દુકાન અને ૭૮
ઓફિસ વેચવા જાહેર હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.દુકાનો અને ઓફિસ વેચીને
રુપિયા ૨૬૦ કરોડની આવક ઉભી કરવામાં આવશે.દરેક ફલોરની અલગ અલગ બેઝ પ્રાઈસ નકકી
કરવામાં આવી છે.બીજા,ત્રીજા
અને ચોથા માળ ઉપર વાહન પાર્કીંગ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
શહેરના વધતા જતા વિસ્તાર અને વિકાસની સાથે વાહન પાર્કીંગની સમસ્યા પણ ગંભીર બની રહી છે.આ
પરિસ્થિતિને હળવી કરવા એસ.જી.હાઈવે નજીક પ્રહલાદનગર ચારરસ્તા પાસે મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા મલ્ટીલેવલ પાર્કીંગની દુકાનો અને ઓફિસ જાહેર
હરાજીથી વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.૨૦ દુકાન અને ૭૮ ઓફિસના વેચાણ
દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને રુપિયા ૨૬૦.૩૩ કરોડની આવક થવાનો અંદાજ છે.આગામી
વર્ષે બે અને ત્રણ જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત પહેલા તેમજ
પાંચમાંથી લઈ આઠમા માળ સુધીની તમામ દુકાનો અને ઓફિસની જાહેર હરાજી કરવામાં
આવશે.ભાવ નિર્ધારણ કમિટિ દ્વારા દરેક ફલોર મુજબ અલગ અલગ બેઝ પ્રાઈસ નકકી કરવામાં
આવી છે.પ્રતિ સ્કવેર મીટર દર રાખવામાં આવ્યા છે.જે પ્રમાણે ભાવ નકકી કરવામાં આવ્યા
છે એ મુજબ ગ્રાઉન્ડ ફલોરની ૪૮.૯૪ લાખ,
પ્રથમ માળની ૪૪.૫૪ લાખ,પાંચથી
સાત એમ ત્રણ માળની બેઝ પ્રાઈસ રુપિયા ૪૨.૨૬ લાખ અને આઠમા માળની બેઝ પ્રાઈસ રુપિયા
૪૦.૦૭ લાખ નકકી કરવામાં આવી છે.૯૮ જેટલી દુકાન અને ઓફિસ પૈકી ગ્રાઉન્ડ અને પહેલા
ફલોર ઉપર અનુક્રમે દસ-દસ દુકાન એમ કુલ વીસ દુકાન આવેલી છે.પાંચમા,છઠ્ઠા અને સાતમા
ફલોર ઉપર કુલ ૬૦ તથા આઠમા માળે ૧૮ ઓફિસ આવેલી છે.મલ્ટીલેવલ પાર્કીંગના બીજા, ત્રીજા અને ચોથા
માળે પાર્કિંગ આવેલુ છે જેમાં ૧૫૦ ફોર વ્હીલર પાર્ક થઈ શકશે.
ફલોર મુજબ કયાં-કેટલી કિંમત
ફલોર કિંમત(કરોડમાં)
ગ્રાઉન્ડ ૪૮.૯૪
પહેલો ૪૪.૫૪
પાંચમો ૪૨.૨૬
છઠ્ઠો ૪૨.૨૬
સાતમો ૪૨.૨૬
આઠમો ૪૦.૦૭