Get The App

હેલ્થ કમિટીમાં દરખાસ્ત મંજૂર, જન્મ અને મરણની નોંધ કરાવવા હવે રુપિયા વીસ ચૂકવવા પડશે

ત્રીસ દિવસથી એક વર્ષ સુધીમાં નોંધણી કરાવવાનો ચાર્જ ૫૦ રુપિયા

Updated: Mar 29th, 2025


Google News
Google News

      હેલ્થ કમિટીમાં દરખાસ્ત મંજૂર, જન્મ અને મરણની નોંધ કરાવવા હવે રુપિયા વીસ ચૂકવવા  પડશે 1 - image 

 અમદાવાદ,શનિવાર,29 માર્ચ,2025

રાજય સરકાર દ્વારા ગેઝેટ પ્રસિધ્ધિ પછી મ્યુનિ.હેલ્થ કમિટીમાં જન્મ અને મરણની નોંધ કરાવવાના દરોમાં સુધારો કરતી દરખાસ્ત મંજૂર મ્યુનિ.બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરી છે.જન્મ અને મરણની નોંધ કરાવવા અત્યાર સુધી રૃપિયા બે લેવાતા હતા.હવે રુપિયા વીસ ચૂકવવા પડશે. ત્રીસ દિવસથી એક વર્ષ સુધીમાં રૃપિયા પાંચ ચાર્જ વસૂલાતો હતો જે હવે રુપિયા ૫૦ વસૂલાશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગાંધીનગર દ્વારા ગુજરાત બર્થ એન્ડ ડેથ રજીસ્ટ્રેશન એકટ-૨૦૧૮માં થયેલા સુધારા અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન્મ-મરણ નોંધણી, રેકર્ડ ચકાસણી,નો-રેકર્ડ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાના દરમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

Tags :