Get The App

વિરેન્દ્રસિંહને ગર્લફ્રેન્ડે પંજાબની ધર્મશાળામાં રૂમ બુક કરાવી આપ્યો હતો, ઊંઘમાં જ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
Priyanshu Jain Murder Case


Priyanshu Jain Murder Case : અમદાવાદ શહેરના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસમાં ચોંકાવનારી ખુલાસો થયો છે. જેમાં આરોપી વિરેન્દ્રસિંહ વિદ્યાર્થીની હત્યા કરીને પંજાબ જવા રવાના થયો હતો, ત્યારે વિરેન્દ્રસિંહે પંજાબમાં રહેલી ગર્લફ્રેન્ડને ફોન કર્યો હતો. જેમાં ગર્લફ્રેન્ડે વિરેન્દ્રસિંહ માટે પંજાબની ધર્મશાળામાં રૂમ બુક કરાવી આપ્યો હોવાનો ખુલાસો થયો છે. 

આરોપીની ગર્લફ્રેન્ડે ધર્મશાળામાં રૂમ બુક કરી આપ્યો હતો

પ્રિયાંશુ જૈન હત્યા કેસમાં આરોપી વિરેન્દ્રસિંહે પંજાબ જતી વખતે તેની ગર્લફ્રેન્ડને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ પછી તેની ગર્લફ્રેન્ડે વિરેન્દ્રસિંહ માટે પંજાબમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. જેમાં પંજાબના સનામ પાસે આવેલી એક ધર્મશાળામાં રુમ બુક કરી આપ્યો હતો. વિરેન્દ્રસિંહ ત્યાં જઈને આરામ ફરમાવે છે એટલી વારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ ધર્મશાળા ખાતે પહોંચીને સુઈ રહેલા આરોપી વિરેન્દ્રસિંહને ઝડપી પાડે છે. 

આ પણ વાંચો : પ્રિયાંશુ હત્યા કેસ: આરોપી કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂર, ગુનામાં વપરાયેલી કાર કબજે લેવાઈ

જ્યારે સમગ્ર ઘટનામાં ક્રાઈમ બ્રાંચ પંજાબમાં રહેલી વિરેન્દ્રસિંહની ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ કરી શકે છે. જો કે, પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી ધર્મશાળામાં આરામ કરીને પછી ગર્લફ્રેન્ડને મળવા જવાનો હતો.  

આ પણ વાંચો : ડીઝલના વેચાણના પરવાના માટે PIએ આઈફોનની માગી લાંચ, ACBએ રંગે હાથ ઝડપ્યો

શું હતી ઘટના? 

ઉત્તર પ્રદેશના મેરઠના વતની 23 વર્ષીય પ્રિયાંશુ જૈન શેલાની માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતે આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હતો. આ કારણસર તેઓ કપડા સીવડાવવા બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલા એક ટેલરને ત્યાં શૂટનું માપ આપવા ગયા હતા. ત્યાર પછી રાતે જમીને રાતના સાડા દસ વાગે હોસ્ટેલ પરત આવી રહ્યા હતા, ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી. જેથી પ્રિયાંશુએ તેને વાહન સરખું ચલાવવાનું કહ્યું હતું અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.  આ બાબતે ગુસ્સે થઈને કારચાલકે તેને એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પ્રિયાંશુ જૈનનો મિત્ર પૃથ્વીરાજ તેને સારવાર માટે બોપલની એક ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 



Google NewsGoogle News