એક તરફ 'દેવાલયો' અને બીજી બાજુ ગરીબો માટે 'ઘર' બની રહ્યા છે, વાળીનાથમાં બોલ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા

દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
એક તરફ 'દેવાલયો' અને બીજી બાજુ ગરીબો માટે 'ઘર' બની રહ્યા છે, વાળીનાથમાં બોલ્યા મોદી 1 - image


PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને રિસિવ કરવા રાજ્યના મુખ્યમંત્રી અને શહેરના મેયર પ્રતિભા જૈન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી વાળીનાથ ધામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતમાં 13 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ સાથે મણેસાણાના વાળીનાથમાં સંબોધના કરતી વખતે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને આડે હાથ લઈને આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કોંગ્રેસને પ્રભુ રામ અને રામ મંદિરની વિરોધી ગણાવી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે સોમનાથ મંદિરને વિવાદનું કારણ બનાવ્યું અને સૂર્યમંદિર પર પણ વોટબેંકની રાજનીતિ કરી હતી. 

વડાપ્રધાન મોદીએ વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી

આજે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સવારે અમદાવાદથી GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવી હતી. પૂજા વિધિ બાદ તેઓ તરભમાં એક જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના ₹44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

વડાપ્રધાન વડોદરા-મુંબઇ એક્સપ્રેસવેના પાદરા-મનુબાર માર્ગનું ઉદ્દઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમ્યાન વડોદરા-મુંબઇ એક્સપ્રેસવેના પાદરા-મનુબાર માર્ગનું ઉદ્દઘાટન કરશે. આ માર્ગનું બાંધકામ પૂર્ણ થયું છે જેથી વડોદરાથી ભરૂચ અંકલેશ્વર, સુરત અને મુંબઇ તરફના મુસાફરોને ઝડપી, સુરળ અને સુરક્ષિત મુસાફરી મળી શકશે. રાજ્યમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનું બાંધકામ ત્રણ ભાગમાં કરવામાં આવ્યું છે. મનુબારથી સાંપા સુધીનો 31 કિલોમીટર લાંબો માર્ગ 2400 કરોડના ખર્ચે, સાંપાથી પાદરા સુધીનો 32 કિલોમીટરનો માર્ગ 3200 કરોડના ખર્ચે અને પાદરીંથી વડોદરા સુધીનો 23 કિલોમીટરનો માર્ગ 4300 કરોડના ખર્ચે બન્યો છે. 

વડોદરાથી ભરૂચનો એક્સપ્રેસ હાઇવે મુસાફરો માટે ઉપયોગી થશે

આમ કુલ નેશનલ હાઇવે ઓથોરિટીના 10 હજાર કરોડના ખર્ચે બનેલા માર્ગનું લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે. મનુબાર ભરૂચ રેલવે સ્ટેશનથી સાત કિલોમીટર દૂર આવેલું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે અગાઉથી જ કાર્યરત છે, જ્યારે વડોદરાથી ભરૂચનો એક્સપ્રેસ હાઇવે મુસાફરો માટે ઉપયોગી થશે. વડોદરાથી ગોધરા સ્ટ્રેચ અને ભરૂચ- મુંબઈ ટ્રેચ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે.

દક્ષિણમાં 44000 કરોડના કામો

• દક્ષિણના 11 જિલ્લાના 12 વિભાગોના કામો

• 22500 કરોડના ખર્ચે નિર્મિત બે નવા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ 

• 10070 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના હિસ્સાનું લોકાર્પણ

• સુરત મહાનગર અને સુડાના 5040 કરોડના કામો 

• 10 વિભાગોના 5400 કોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

ઉત્તર ગુજરાતમાં 13000 કરોડના કામો

• ભારતનેટ ફેઝ-2 2042 કરોડ, 8030 પંચાયતોને લાભ

• 2300 કરોડના રેલવેના પાંચ પ્રોજેક્ટ્સ

• 1200 કરોડના જળ સંસાધન વિભાગના કામો

• 1700 કરોડના માર્ગ-મકાન વિભાગના કામો

• 394 કરોડના એરફોર્સ સ્ટેશન, ડીસાના રન-વેનું લોકાર્પણ

એક તરફ 'દેવાલયો' અને બીજી બાજુ ગરીબો માટે 'ઘર' બની રહ્યા છે, વાળીનાથમાં બોલ્યા મોદી 2 - image


Google NewsGoogle News