Get The App

ગુજરાતીઓ મોંઘવારી નડશે! 1 એપ્રિલથી 800 પેઈનકિલર્સ, એન્ટીબાયોટિક્સ દવાના ભાવ વધશે

દવાના મેન્યુફેક્ચરર્સે શિડ્યુલ ડ્રગમાં વધારો કરી આપવાની માગણી મૂકી હતી

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
ગુજરાતીઓ મોંઘવારી નડશે! 1 એપ્રિલથી 800 પેઈનકિલર્સ, એન્ટીબાયોટિક્સ દવાના ભાવ વધશે 1 - image


Gujarat News : પેઈનકીલર, એન્ટિબાયોટિક્સ અને ચેપ વિરોધી દવાઓની કેટેગરીમાં આવતી અંદાજે 800 જેટલી દવાઓના ભાવમાં પહેલી એપ્રિલથી વધારો કરી દેવામાં આવશે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં આવેલા બદલાવના પ્રમાણમાં તેમને ભાવમાં વધારો કરવામાં આવશે. આ દવાઓ નેશનલ લિસ્ટ ઓફ  એસેન્શિયલ મેડિસિનની યાદીમાં સ્થાન ધરાવે છે. શિડ્યુલ ડ્રગ્સની કેટેગરીમાં આવતી દવાઓના ભાવમાં વરસે એકવાર વધારો કરવા દેવાની છૂટ આપે છે. દવાઓ બનાવવા માટે જોઈતા કાચા માલના ભાવ વધી રહ્યા હોવાથી દવાનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ ભાવ વધારો માગી રહી હોવાથી પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વધારો 80થી 250 ટકા સુધીનો છે

દવા બનાવવા માટેના રો મટિરિયલના ભાવમાં 15 ટકાથી 130 ટકા સુધીનો વધારો થયો હોવાની જણાવીને તેમણે દવાના ભાવમાં વધારો માગ્યો છે. પેરાસિટામોલને રો મટિયિરલના ભાવમાં 130 ટકાનો અને સુધીનો વધારો થઈ ગયો છે. ગ્લિસરિન, પ્રૌયિલીન ગ્લાયકોલ, દવા બનાવવા માટે વપરાતા ઓરલ ડ્રોપ-ટીપાંના ભાવમાં પૈણ વધારો થશે. આ વધારો 80થી 250 ટકા સુધીનો છે. ઉપરોક્ત તમામ ઘટકો પ્રવાહી દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજી તરફ ઇન્ટરમિડિયેટ્સના ભાવમાં પણ 10 ટકાથી માંડીને 150 ટકા સુધીનો વધારો થઈ ગયો છે. દવાના ઉત્પાદકોએ શિડ્યુલ ડ્રગના ભાવમાં 10 ટકા અને નોન શિડ્યુલ ડ્રગના ભાવમાં 20 ટકાનો વધારો કરી આપવાની માગણી કરી હતી.

વિટામિન્સ અને મિનરલ્સની ગોળીઓના ભાવ પણ વધી જશે

2023-24 અને 2022-23ના વર્ષમાં અનુક્રમે 12 ટકા અને દસ ટકાના દરે આવશ્યક દવાઓના ભાવમાં વધારે કરવામાં આવ્યો છે. છે જો કે ફાર્મા ઉદ્યોગોનું તો માનવું છે કે તેમને જે વધાર આપવામાં આવી રહ્યો છે તે બહુ જ ઓછો છે. નેશનલ લિસ્ટ એ એસેન્શિયલ મેડિસનમાં સ્થાન ધરાવતી 800થી વધુ દવાઓના ભાવમાં તેનાથી વધારો થશે. કોરોના કાળમાં બહુ જ ઉપયોગી સાબિત થયેલી એઝિથ્રોમાઈસિનના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ચેપ વિરોધી દવાઓના ભાવમાં તથા એનિમિયાના દરદીઓ એટલે કે હિમોગ્લોબિનની અછત ધરાવતા 1 દદીઓ માટેની દવાઓના ભાવમાં  વધારો કરવામાં આવ્યો છે. વિટામિન્સ અને મિનરલ્સની ગોળીઓના ભાવ પણ વધી જશે. કોવિડનો હળવો અને ભારી કે ચેપ ધરાવનરાઓને સારવાર આપવા વપરાતી દવાઓના ભાવમાં પણ પહેલી એપ્રિલથી વધારો જોવા મળશે. સ્ટીરોઈડ્સના ભાવમાં પણ વધારો કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતીઓ મોંઘવારી નડશે! 1 એપ્રિલથી 800 પેઈનકિલર્સ, એન્ટીબાયોટિક્સ દવાના ભાવ વધશે 2 - image


Google NewsGoogle News