Get The App

કોથમીર-આદુ-ટામેટાંનો કિલોનો ભાવ 100ને પાર, દિવાળી પહેલાં જ શાકભાજીના ભાવ આસમાને

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
કોથમીર-આદુ-ટામેટાંનો કિલોનો ભાવ 100ને પાર, દિવાળી પહેલાં જ શાકભાજીના ભાવ આસમાને 1 - image


Vegetable Prices Hike: ભારે વરસાદને કારણે આ વખતે ખેતીને વ્યાપકપણે નુકસાન પહોચ્યુ છે. શાકભાજીને વ્યાપક  નુકસાન થયુ છે. અવિરતપપણે વરસતાં વરસાદને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો છે. આ જોતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તેમાંય કોથમીર, આદુ અને ટામેટાંના ભાવે તો સેન્ચુરી વટાવી દીધી છે. 

વરસાદને કારણે શાકભાજીને પણ વ્યાપક નુકસાન 

આ વખતે મેઘરાજાએ જાણે ગુજરાતમાં અડિંગો જમાવ્યો છે. ગુજરાતમાં ઘણાં એવા જિલ્લા છે જ્યાં 100 ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે. હજુય અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે પરિણામે ચોમાસુ પાક તો તબાહ થયો છે. ખેડૂતોના મોમાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે.  ખેતીના સાથે સાથે શાકભાજીને પણ મોટું નુકસાન પહોચ્યું છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં નશા માટે સાયકોએક્ટિવ મેડિસિનનો ધૂમ ઉપયોગ, યુવાથી માંડી વૃદ્ધો બન્યાં બંધાણી

વરસાદી પાણીને કારણે ખેતરોમાં શાકભાજી કોહવાઈ જાય તેવો ભય ઉભો થયો છે ત્યારે બજારમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં ટામેટાંનો કોઇ લેવાલ ન હતો ત્યારે હવે ટામેટાં પણ કિલોના રૂ.100-120 ના ભાવે વેચાઇ રહ્યાં છે. કોથમીર પણ છુટક બજારમાં 100 રૂપિયે વેચાઇ રહ્યુ છે. ડુંગળીના પણ કિલોના ભાવ રૂ.70 સુધી પહોંચ્યા છે. તો  આદુનો  એક કિલોનો ભાવ રૂ.140 થયો છે. બટાકા પણ કિલોના રૂ.50ના ભાવે વેચાઇ રહ્યાં છે.

આ પણ વાંચો: તમારું સંતાન વિદેશમાં ભણે છે તો તમને પણ આવી શકે છે 'સીબીઆઇ'નો ધમકીભર્યો ફોન, ચેતી જજો

વરસાદને લીધે ગુજરાતમાંથી જ નહીં, અન્ય રાજ્યમાંથી આવતાં શાકભાજીનો જ્થ્થો પણ ઘટ્યો છે. શાકભાજીના વધતા ભાવોએ રસોડાનું બજેટ ખોરવ્યું છે. આ કારણોસર હોટલ-રેસ્ટોરન્ટમાં ય અસર જોવા મળી રહી છે.  વેપારીઓનું કહેવું છેકે, જ્યાં સુધી વઘુ આવક નહી આવે ત્યાં સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવા એંધાણ નથી. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે શાકભાજી મોંઘી થઇ છે. 



Google NewsGoogle News