Get The App

BAPS મહોત્સવની 8 મહિના અગાઉ શરૂ કરાઈ હતી તૈયારીઓ, કાર્યકર્તાઓનો સંઘર્ષ રજૂ કરાશે

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
BAPS મહોત્સવની 8 મહિના અગાઉ  શરૂ કરાઈ હતી તૈયારીઓ, કાર્યકર્તાઓનો સંઘર્ષ રજૂ કરાશે 1 - image


Bochasanwasi Akshar Purushottam Swaminarayan : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે શનિવારે સુવર્ણ કાર્યકર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે સ્ટેડિયમમાં બપોરે 1 વાગ્યાથી કાર્યકારોનો પ્રવેશ શરૂ થશે. આ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ ફેબ્રુઆરી 2023થી શરૂ કરવામાં આવી રહી હતી. 

આ પ્રસંગે 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે

આ કાર્યક્રમમાં ભારતમાં સૌ પ્રથમવાર એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. આ પ્રસંગે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ,  30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ અપાશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે. આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ છે. આજે સાંજે (7 ડિસેમ્બર) સાંજ 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.

આ અંગે અક્ષર વત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વયંસેવકોના યોગદાન અંગે મહંત સ્વામીનું વિચારવાનું હતું કે તેઓ ખુદ તેમના ઘરે જાય પરંતુ સ્વાસ્થ્યને કારણે તે સંભવ ન હતું. જેથી અમે વર્ષ દરમિયાન અલગ અલગ એવી રીતે આયોજન કર્યું કે મહંત સ્વામી આ કાર્યકરો સાથે આંખથી આંખ મેળવી શકે. 1972માં પ્રમુખ સ્વામી મહારાજે કાર્યકર્તાઓ માટે આ સંગઠનની શરૂઆત કરી હતી. આ સ્વંયસેવકો દુનિયામાં ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય તેવી સ્થિતિમાં જઈને મદદ કરે છે.

આ પણ વાંચો: આજે અમદાવાદમાં BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર

સંતોની સ્પીચ, ડોક્યુમેન્ટ્રી અને ફોટોગ્રાફ અને કાર્યર્તાઓના સંઘર્ષ બતાવવામાં આવશે

આ કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની અંદર જ વાવાઝોડું, આકાશમાં ફળ, ફૂલ, વૃક્ષોની થીમ દર્શાવવામાં આવશે. બીજ, વૃક્ષ અને ફળ-ફૂલના માધ્યમથી દર્શાવવામાં આવશે કે બીએપીએસના સંતોએ સેવા અને આધ્યાત્મિકતાનો બીજનું રોપણ કર્યું. કેવી રીતે સ્વયં સેવક પોતાની વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનના પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે પણ સેવા માટે વૃક્ષની જેમ અડગ રહ્યા. અંતમાં તેનું ફળ સમાજના એવા વર્ગને મળ્યું જેને ખરેખર જરૂર હતી. 

આ કાર્યક્રમમાં વચ્ચે સંતોની સ્પીચ, ડોક્યુમેન્ટ્રી અને ફોટોગ્રાફ પણ દેખાડવામાં આવશે. કાર્યર્તાઓના સંઘર્ષ બતાવવામાં આવશે તેની વચ્ચે વાવાઝોડામાં પણ વૃક્ષ અડગ ટકી રહેશે. આત્મવિશ્વાસ હોય તો આકાશમાં પણ ફળ ઉગાડી શકાય. મહોત્સવમાં વિદેશથી 10 હજારની સાથે 1.50 લાખ કાર્યકરો જોડાશે, ત્યારે કાર્યકરો આજે પણ સંસ્થામાં પ્રમુખસ્વામીના આર્શીવાદરૂપે સેવાઓ આપી રહ્યા છે.

દિલીપ પટેલે કોરોના કાળ દરમિયાન અમેરિકાની જેલમાં 3 મહિના સુધી સેવા આપી હતી, જ્યારે ઈગ્લેન્ડના ડો.મૌલિક પટેલ મહામારીમાં પરિવારે ના પાડી હોવા છતાં પણ સેવા આપી હતી.  વર્ષ 2000ની સાલમાં કચ્છના ભચાઉમાં ભૂંકપ દરમિયાન વિંડ કમાન્ડર રાજેન્દ્ર દનકે આણંદમાં બેઠેલા પ્રમુખ સ્વામી મહારાજના કહેવાથી હેલિકોપ્ટરની મદદથી લોકોનું રેસ્ક્યૂ કર્યુ હતું. સાથે સાથે વિકટ સ્થિતિમાં ત્યાના લોકો માટે ફૂડ પેકેટને હવાઈ માર્ગે પહોચાડ્યાં.

આ રૂટ પર અવરજવર બંધ રહેશે

અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું પ્રમાણે, સાબરતમી જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસિડેન્સી, મોટેરા સુધીનો રોડ અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જ્યારે નાના ચિલોડાથી અપોલો સર્કલ સુધીનો માર્ગ ભારે વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

આ રહેશે વૈકલ્પિક રૂટ

વૈકલ્પિક રૂટમાં તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત, સાબરમતી જનપથ, પાવર ચાર રસ્તા, પ્રબોધ રાવળ સર્કલ સુધીનો માર્ગ પરિવહન માટે શરૂ રહેશે. જ્યારે ઓઢવ તરફથી દહેગામ રિંગ રોડથી આવતા ભારે વાહનો નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી મોટા ચિલોડા તરફના રસ્તે જઈ શકશે. આ સાથે કૃપા રેસિડેન્સીથઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ કોટેશ્વર રોડ, અપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે. 


Google NewsGoogle News