Get The App

વર્ષ 2005 પહેલાના રાજ્ય સરકારના કર્મીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ, આવતીકાલે કેબિનેટમાં લેવાશે નિર્ણય

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
Old Pension Scheme News


Old Pension Scheme News : રાજ્ય સરકારના વર્ષ 2005 પહેલાના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે (રવિવાર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. ત્યારે આ બેઠક પહેલા આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટી માહિતી આપી છે. તેમના અનુસાર, ગુજરાતના 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. 

'રાજ્ય સરકારને અમે 10 પ્રશ્નોની કરી રજૂઆત'

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાની બેઠક યોજાઈ હતી. જેમાં કર્મચારીઓની કેટલીક માગ રાજ્ય સરકારે સ્વીકારી છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં તેની મંજૂરી અપાશે. ફિક્સ પગાર યોજના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ. જેમાં ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવા માટે વાત કરવામાં આવી. કર્મચારી મંડળના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારને અમે 10 પ્રશ્નોની રજૂઆત કરી છે. જેમાંથી સરકાર કેટલીક સ્વીકારે છે તે કાલે ખબર પડશે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને નવરાત્રિ અને દિવાળી સુધરે તેવી આશા છે.

આ પણ વાંચો : પોલીસે ત્રણ દિવસની ડ્રાઇવમાં નવ હજાર કેસ કરી ૫૩ લાખનો દંડ વસુલ્યો

'આવતીકાલે કેબિનેટમાં માગણીઓ સ્વીકારવામાં આવશે'

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 'કર્મચારી મહામંડળ અને તેની સાથે સંલગ્ન તમામ મંડળના હોદ્દેદારો સાથે આજે સકારાત્મક વાતાવરણમાં આજે ચર્ચાઓ થઈ છે. આવતીકાલે કેબિનેટમાં એમની માગણીઓ સ્વીકારવામાં આવશે. કેબિનેટની મંજૂરી લીધા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત અને પરિપત્ર પણ જાહેર થશે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવખત એક સકારાત્મક બાબત જોવા મળી કે કર્મચારી મંડળે કહ્યું કે અમે અમારા જોબચાર્ટ છે. અમારે કરવાના કામમાં અમે કેટલા કામ વધારાના કરીશું અને એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું. કર્મચારી સાથે જોડાયેલા બાબતો માટે સકારાત્મક સૂચનો પણ કરીશું. આમ બંને પક્ષે કર્મચારી મહામંડળના બંને હોદ્દેદારોએ સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે, તે લેખિત સ્વરૂપે પણ આપવાના છે.

આ પણ વાંચો : નવરાત્રિમાં 1,100 અખંડ દીવાથી માતાની આરાધના, વડોદરામાં આવેલા એક મંદિરની અનોખી પરંપરા


Google NewsGoogle News