25 થી 30 સપ્ટેમ્બર સુધી લેવામાં આવનારી લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મોકૂફઃ મંડળની જાહેરાત

નવી તારીખ નક્કી થયા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર જાહેર કરાશે

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
25 થી 30 સપ્ટેમ્બર સુધી લેવામાં આવનારી લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મોકૂફઃ મંડળની જાહેરાત 1 - image



અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સમયાંતરે ખાતાકિય પરીક્ષા યોજાતી હોય છે. આવી ખાતાકિય પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 

25 થી 30 સપ્ટેમ્બર સુધી લેવામાં આવનારી લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મોકૂફઃ મંડળની જાહેરાત 2 - image

પરીક્ષાનો કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર જાહેર કરાશે

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજયના વિવિધ સરકારી વિભાગોમાં સરકારી કર્મચારીઓ માટે યોજાતી ખાતાકિય પરીક્ષા મોકૂફ રખાઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું તા. 25.09.2023 થી તા. 30.09.2023 દરમ્યાન આયોજન કરવામાં આવેલ હતું. આ ખાતાકીય પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે. મંડળ દ્વારા નવી તારીખ નક્કી થયેથી ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.  


Google NewsGoogle News