અમદાવાદ શહેરમાં 20 PSIની આંતરિક બદલીના પોલીસ કમિશનરે આપ્યા આદેશ, જુઓ યાદી

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
અમદાવાદ શહેરમાં 20 PSIની આંતરિક બદલીના પોલીસ કમિશનરે આપ્યા આદેશ, જુઓ યાદી 1 - image


Police Transfers Order in Ahmedabad: ગુજરાતના પોલીસ વિભાગમાં બઢતી અને બદલી દોર જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસકર્મીઓની આંતરિક બદલી આદેશ આપ્યા છે. જેમાં 20 પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI)ની આંતરિંક બદલી કરવામાં આવી છે. 

અમદાવાદ શહેરમાં 20 PSIની આંતરિક બદલીના પોલીસ કમિશનરે આપ્યા આદેશ, જુઓ યાદી 2 - image

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસકર્મીઓની આંતરિક બદલી આદેશ આપ્યો છે. જેમાં આ બદલીમાં કારંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.ડી પટેલની બદલી એલસીબી ઝોન-2માં કરવામાં આવી છે. જ્યારે એલસીબી ઝોન-2 પીએસઆઈ એસ.આર. રાજપૂતની બદલી રીડર ટુ ઝોન-2માં કરવામાં આવી છે. સાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.બી.ગઢવીની બદલી સાયબર ક્રાઈમમાં કરવામાં આવી છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જી ચાવડાની બદલી ડિટેન્શન સેન્ટરમાં કરવામાં આવી છે. 

અમદાવાદ શહેરમાં 20 PSIની આંતરિક બદલીના પોલીસ કમિશનરે આપ્યા આદેશ, જુઓ યાદી 3 - image


Google NewsGoogle News