Get The App

ગુજરાત પર ફરી ડ્રગ્સનું કલંક : અમદાવાદમાંથી બે કરોડની કિંમતના ગાંજા સાથે સાત શખસોની ધરપકડ

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
ગુજરાત પર ફરી ડ્રગ્સનું કલંક : અમદાવાદમાંથી બે કરોડની કિંમતના ગાંજા સાથે સાત શખસોની ધરપકડ 1 - image


Police Seized Hybrid Marijuana From Ahmedabad Airport : રાજ્યમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે, ત્યારે અમદાવાદના એરપોર્ટ ખાતેથી આશરે બે કરોડની કિંમતનો સાત કિલોથી વધુ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે સાત શખસની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. 

સાત આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-2ના ગેટ બહારથી 7.5 કિલો  હાઈબ્રીડ ગાંજા સાથે સાત આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ આરોપીઓ પાસેથી 27 હજાર રૂપિયાનું વિદેશી નાણું (દિરહામ) સહિત 4 પાસપોર્ટ કબજે કરવામાં આવ્યાં છે. આરોપીઓ વિદેશથી આ હાઈબ્રીડ ગાંજો લાવ્યાં હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તમામની આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે નિયુક્તિ

ગાંજો અને ડ્રગ્સનો 65 લાખનો મુદ્દામાલ જપ્ત 

થોડા દિવસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓડિસાથી ગાંજો અને ડ્રગ્સનો જથ્થો લઈને આવતા એક ટ્રકને બાતમીના આધારે ઝડપી પાડીને કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાંથી આશરે 43 લાખની રકમનો 194.85 ગ્રામ ગાંજો જપ્ત કર્યો. જ્યારે સાત આરોપીને ધરપકડ કરાઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ ત્યાંથી ગાંજાની ખરીદી કરીને અમદાવાદ પહોંચાડતા હતા. 


Google NewsGoogle News