Get The App

મૂર્તિ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી... ગણેશોત્સવ પહેલા જાણો કઈ કઈ વસ્તુ માટે લેવી પડશે મંજૂરી

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
Ganesh Mahotsav


Police Permit Is Required For Ganesh Mahotsav : ગણેશોત્સવ દરમિયાન ગણેશ મૂર્તિની સ્થાપના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજીને કરીને પરમીટ મેળવવાની રહેશે. આ સાથે લાઉડ સ્પીકર વગાડવા અને ગણેશ વિસર્જન દરમિયાન સરઘસ નીકાળવા માટે પણ જે-તે પોલીસ સ્ટેશનમાં અરજી કરીને પરમીટ મેળવવાની રહેશે. 

આ પણ વાંચો : પશુપાલકો માટે ગુડ ન્યૂઝ: બનાસ ડેરીએ ભાવફેર આપવાની કરી જાહેરાત, જાણો કેટલો ફાયદો

ગણેશ સ્થાપનાની સાથે વિસર્જન વખતે પણ પોલીસની પરવાનગી લેવી પડશે

ગણેશ સ્થાપના કરવામાં આવેલા વિસ્તાર અને સરઘસ કાઢવા વિસ્તારોનો ઝોન એક જ હોય તો જે-તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સમયે સરઘસ નીકાળવા માટે મંજૂરી લેવાની ફરજ પડશે. આ ઉપરાંત, વિસર્જન કરવા માટે એક કરતા વધારે ઝોનનો સમાવેશ થતો હોય તો પોલીસ કમિશનરની કચેરી વિશેષ શાખા તરફથી મંજૂરી આપ્યાં બાદ સરઘસ કાઢવામાં આવશે.

મૂર્તિ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી... ગણેશોત્સવ પહેલા જાણો કઈ કઈ વસ્તુ માટે લેવી પડશે મંજૂરી 2 - image

મંજૂરી વખતે આટલી બાબતોની અરજીમાં નોંધ કરવી

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગણેશ સ્થાપનાને લઈને મંજૂરી મેળવવા જતાં આયોજક અને જે-તે વિસ્તારના આગેવાન સહિત 15થી 20 લોકોના નામ અને સરનામા સાથે અરજી કરવાની રહેશે. આ સાથે મંજૂરી મેળવવાની અરજીમાં ગણેશ વિસર્જનની તારીખ, સ્થળ, સરઘસ રૂટ સહિતની માહિતી ફરજિયાતપણે નોંધવાની રહેશે.

માટીની મૂર્તિ સ્થાપિત કરીને સ્થળ વિસર્જન કરવાની પોલીસની અપીલ

પોલીસ કમિશનરની કચેરી, વિશેષશાખા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 'પર્યાવરણ જાળવણીને ધ્યાનમાં રાખીને ગણેશ સ્થાપના વખતે પી.ઓ.પી.ની કે કૃત્રિમ રંગોની મૂર્તિની જગ્યાએ ગણેશજીની માટીની મૂર્તિ સ્થાપિત કરીને સ્થળ વિસર્જન કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત, નદી અને તળાવમાં મૂર્તિ વિસર્જન કરવાથી ઘણા સમય સુધી મૂર્તિ ખંડીત હાલતમાં પડી રહેવાથી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે.'

મૂર્તિ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી... ગણેશોત્સવ પહેલા જાણો કઈ કઈ વસ્તુ માટે લેવી પડશે મંજૂરી 3 - image


Google NewsGoogle News