Get The App

અમદાવાદમાં ઘણા પોલીસ કર્મચારીઓ મોંઘીદાટ ગાડીઓની માલિકો બન્યા

પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોવુ એટલે વૈભવી લાઇફ સ્ટાઇલ

મોંઘા મોબાઇલ ફોનનો પણ પોલીસનો સ્ટેટસ સિમ્બોલ બન્યો ઃ ગુનો નોંધાઇ તેના આધારે આરોપીની ક્ષમતા પ્રમાણે તેની પાસેથી આર્થિક લાભ લેવો તે પ્રાથમિકતા

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં ઘણા પોલીસ કર્મચારીઓ  મોંઘીદાટ ગાડીઓની માલિકો બન્યા 1 - image

અમદાવાદ,ગુરૂવાર

પ્રિયાંશુ જૈનની હત્યા કરનાર વિરેન્દ્રસિંહ પઢેરિયા સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાંય, તેની પાસે ટાટા હેરિયર જેવી લક્ઝરી એસયુવી કાર હતી. સાથેસાથે બોપલ જેવા પોશ વિસ્તારમાં ફ્લેટ પણ હતો. પોલીસ વિભાગમાં  કોન્સ્ટેબલનો હોદો મધ્યમ વર્ગની કેટેગરીમાં આવે છે. તેમ છતાંય, પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલથી માંડીને આસીસટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીના અનેક કર્મચારીઓની જીવન શૈલી મોટા અધિકારીઓની બરાબર હોય છે. જે પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટ્રાચારને કારણે શક્ય બને છે. સામાન્ય વર્ગને આ મોંઘવારીમાં ટુ વ્હીલરના પેટેલના ખર્ચને પહોંચી વળવા માટે પણ આયોજન કરવા પડે છે. ત્યારે પોલીસ વિભાગમાં ફરજ કેટલાંક કોન્ટેબેલથી માંડીને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીની ફરજ બજાવતા સ્ટાફની જીવનશૈલી ઉચ્ચ મધ્યમ વર્ગને પણ ટક્કર મારે તેવી હોય છે. અમદાવાદ જ નહી પણ ગુજરાતના મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં નોકરી કરતા પોલીસ કર્મચારીઓ પાસે મોંઘી એસયુવી કાર, આઇ ફોન કે  અન્ય મોંઘાફોન અને ૧૦ થી ૧૫ હજારની કિંમતના સ્પોર્ટસ શુઝ હોવા સામાન્ય બાબત બની છે.

સામાન્ય રીતે પોલીસ કોન્સ્ટેબલના સત્તાવાર પગાર એટલો નથી કે તે આ બધી સુવિદ્યાઓને માણી શકે. પરંતુ, પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટ્રાચારમાં આઇપીએસ અધિકારીઓ કમાતા હોય છે. તેમ પોલીસ સ્ટાફ ફરિયાદી, આરોપીઓ પાસેથી, બુટલેગરો કે અન્ય રીતે તેમના પગાર કરતા અનેક ગણા નાણાં કમાતા હોય છે. જો કે આઇપીએસ  અધિકારીઓને તેમના સ્થાન મુજબનું મળતુ હોવાથી તે પોલીસ કર્મચારીઓ પાસે મોંઘી ગાડીઓ કે અન્ય સુવિદ્યાઓને લઇને આંખ આડા કાન કરે છે.


Google NewsGoogle News