કેનાલમાંથી બે મિત્રોના મૃતદેહ મળ્યા સગીરને કાર આપનાર વિરૂદ્ધ ગુનો નોંધાયો
વાસણા બેરેજ કેનાલમાં સ્ક્રોપિયો કાર ખાબકવાનો મામલો
યુવકાએે અગાઉ પણ મર્સીડીઝ કાર રેન્ટલથી લાવીને રીલ્સ બનાવી હતી પોલીસે સોશિયલ મિડીયા પર વાસણા બેરેજ શુટ થયેલી રીલ્સ પણ મેળવી
અમદાવાદ,ગુરૂવાર
શહેરના વાસણા બેરેજ વિસ્તારમાં આવેલી કેનાલ પર બુધવારે સાંજે કાર ખાબકવાની ઘટનામાં લાપતા થયેલા ત્રમ સગીર યુવકો પૈકી બે યુવકોના મૃતદેહ શાહવાડી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યા હતા. જ્યારે અન્ય લાપતા સગીરની ગુરૂવારે મોડી સાંજ સુધી શોધખોળ કરવામાં આવી હતી. આ અંગે અમે ડીવીઝન પોલીસે સગીરને કાર ચલાવવા આપનાર અને કાર ચલાવનાર સગીર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, પોલીસ કાર રેન્ટલ સર્વિસના સંચાલકની પણ પુછપરછ હાથ ધરશે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રીલ્સ બનાવવા માટે યુવકો કેનાલ પાસે અગાઉ મર્સીડીઝ કાર લઇને પણ આવ્યા હતા. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે બુધવારે બપોરના સમયે મૌલિક જાલેરાએ સ્ક્રોપિયો કાર સેલ્ફ ડ્રાઇવ કંપનીમાંથી ચાર કલાક માટે રૂપિયા ૩૫૦૦ના ભાડે લીધી હતી. જે કાર તેણે હ્ય્દય વંયાતાને આપી હતી. બાદમાં તે કાર લઇને હ્ય્દય વંયાતા તેના મિત્રલ ઘુ્રવ સોલંકી ( વેજલપુર) અને રૂતાયુ સોંલકી વાસણા બેરેજ કેનાલ રોડ પર આવ્યા હતા. તેમણે અગાઉથી વિરાજસિંહ રાઠોડ ( પાલડી), યક્ષ વિક્રમ ભંકોડિયા ( આંબાવાડી), યશ સોંલકી ( આંબાવાડી) અને ક્રિશ દવે (પાલડી) નામના મિત્રો પણ હાજર હતા. ત્યારબાદ વાસણા બેરેજ રોડથી યક્ષ ભંકોડિયાએ કાર ચલાવી હતી. જો કે તને કાર આવડતી ન હોવાથી તેણે યશ સોંલકીને ચલાવવા માટે આપી હતી. આ સમયે ક્રિશ કારની પાછળન સીટ પર બેઠો હતો. આ સમયે કારને યુ ટર્ન મારતા સમયે કારમાં બ્રેકના બદલે એક્સીસલેટર દબાઇ જતા કાર કેનાલમાં ખાબકી હતી.
આ સમયે વિરાજસિંહ રાઠોડે બુમાબુમ
કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઇ તેમની પીસીઆર વાન
સાથે આવી પહોંચ્યા હતા અને તેમણે એક પણ વિલંબ
કર્યા વિના પાણીમાં ઝંપલાવીને કારના કાર પથ્થરથી તોડીને તપાસ કરી હતી.
પરંતુ, કારમાં
કોઇ જોવા મળ્યા નહોતા. બીજી તરફ કેનાલનો
પ્રવાહ બંધ કરાવીને તપાસ કલાકોની શોધખોળ બાદ યશ સોંલકી અને યક્ષ ભંડોકિયાના મૃતદેહ
મળી આવ્યા હતા. જ્યારે ક્રિશ દવેની શોધખોળ
કરવામાં આવી રહી છે.
આ અંગે વધુ માહિતી આપતા ઝોન-૭ ડીસીપી
શિવમ વર્માએ જણાવ્યું કે કારમાં સવાર ત્રણેય યુવકો સગીર હતા. મૌૈલિક જાવેરાએ તેના
હિમાલયા મોલમા ંઆવેલા ઝુપ ટુર એન્ડ ટ્રાવેલ્સમાં તેના લાયસન્સ પર રીલ્સ બનાવવા
માટે કાર લઇને તેના મિત્રોને આપી હતી. જેમાં સગીર યક્ષને કાર આવડતી ન હોવા છંતાય, તેને કાર આપી
હતી. આમ, આ અંગે
કાર ભાડે લેનાર મૌલિક જાવેરા અને યક્ષ
વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે
ભોગ બનનાર તેમજ તેમના મિત્રો અગાઉ પણ મર્સિડીઝ કાર લઇને આવ્યા હતા.ત્યારે અંગે
પોલીસે અન્ય લાપત્તા યુવકની શોધખોળ શરૂ કરી છે.
કાર રેન્ટલ કંપનીના સૌરભસિંગ
ગુપ્તાની પણ પુછરછ થશે
બે સગીર યુવકોના પાણીમાં ડુબી જવાના
મામલે પોલીસે કાર ભાડે આપનાર હિમાલયા મોલમાં આવેલી ઝુપ ટુર્સની પણ તપાસ હાથ ધરી
છે. જેેમાં કંપનીના સંચાલક સૌરભસિંગ
ગુપ્તાની પણ પુછપરછ કરવામાં આવશે. સામાન્ય રીતે કાર રેન્ટલમાં પ્રાઇવેટ નંબરની
કારને ભાડે શકાતી નથી. જો કે કંપનીના સંચાલક વિરૂદ્ધ તપાસ કરતા તેણે ખાનગી નંબરની
કાર ભાડે આપી હોવાનું સામે આવ્યું હતુ. જેથી આ કેસમાં તેની પુછપરછ કરવામાં આવશે.