અમદાવાદમાં સત્તાનો દુરૂપયોગ કરીને મોબાઈલનો કોલ રેકોર્ડ ગુનેગારને આપનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

આરોપીએ અમીગો સાઈબર સિક્યુરિટીના અમિત કુમાર સિંહને મોબાઇલના સીડીઆર આપ્યાનો સાયબર ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં સત્તાનો દુરૂપયોગ કરીને મોબાઈલનો કોલ રેકોર્ડ ગુનેગારને આપનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ 1 - image



અમદાવાદઃ શહેરમાં સાયબર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યાં છે. શહેર પોલીસ કમિશ્નર જી કે મલિકે આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે પોલીસને કડક સૂચના આપી છે. (ahmedabad) ત્યારે લોકોની અંગત માહિતી જાહેર થાય નહીં તે માટે પોલીસ તંત્ર સજાગ હોવું જોઈને તેની જગ્યાએ ખુદ પોલીસ કર્મી જ આ પ્રકારની અંગત માહિતી વેચવા માંડે તો લોકોનો વિશ્વાસ કેવી રીતે ટકી શકે એ સૌથી મોટો સવાલ છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરી મોબાઈલ ફોન નો ડેટા બારોબાર આપી દેનાર પોલીસ કોન્સ્ટેબલની અમદાવાદ (cyber crime branch) ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી છે. 

અધિકારીના સહિ સિક્કા વિના જ કોલ ડિટેલ કઢાવી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે વિનય કથીરિયા નામના કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. વિનય કથીરિયા ઝોન પાંચ ડીસીપીની કચેરીમાં ટેકનિકલ મદદ કરવાનું કામ કરતો હતો. (mobile call record) ગુજરાતમાં ક્યાંય પણ કોઈ વ્યક્તિની કોલ ડીટેલ કઢાવવી હોય તો પહેલા ડીસીપી કક્ષાના અધિકારીની મંજૂરી લેવી પડે છે પરંતુ વિનયને આ કામમાં એવી ફાવટ આવી ગઈ હતી કે તે અધિકારીની સહી કે સિક્કાનો ઉપયોગ કર્યા વિના જ કોલ ડીટેલ કઢાવી લેતો હતો.

તપાસમાં આવેલા મોબાઈલ નંબરો સાથે છેડછાડ કરતો

કોઈપણની કોલ ડિટેલ કઢાવવી હોય તો સૌથી પહેલાં ડીસીપી કચેરીમાંથી ઈમેલ કંપનીઓમાં કરવાનો હોય છે. આ તબક્કામાં ત્રણ ચાર નંબરો ભેગા થાય ત્યારે આરોપી વિનય તે નંબરોની સાથે પોતાના માણસે આપેલા નંબર જોડી દેતો હતો અને તેની ડિટેલ આવ્યા બાદ મહત્વની ડિટેલ એટલે કે પોતાની ડિટેલ કાઢીને બીજી ડિટેલ સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી દેતો હતો. બાદમાં બાકીની ડિટેલ એક્સપર્ટ ને આપી દેતો હતો. જે એક્સપર્ટ બે લાખથી પાંચ લાખ રૂપિયા સુધી વેચતો હતો. જ્યારે આરોપી વિનય કથીરિયાને ખર્ચના રૂપિયા આપીને તમામ પ્રકારની ગોઠવણ થઈ જતી હતી. 

વેપારીએ પોલીસની મદદ માંગતાં આખો પર્દાફાશ થયો

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે એક્સપર્ટ અમિત સિંઘ અને વિનય કથીરિયા બંને ભેગા મળીને અલગ અલગ જગ્યાએથી મોટા ગજાના લોકોની વિગતો મેળવતા હતા એક વખત તેમનો નંબર મળી જાય ત્યારબાદ તેમની પાસેથી કઈ રીતે તોડ કરવો તે જાણવા માટે તેની કોલ ડીટેલ અને માહિતી એકત્ર કરી લેતા હતા. જેનું એનાલિસિસ બંને ભેગા મળીને કરતા હતા ત્યારબાદ તેના દ્વારા તેઓ વેપારીના પરિવારની મહિલાનો સંપર્ક કરીને અમુક ડીટેલ આપતા હતા અને અમુક ડીટેલ વેપારીને આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કરતા હતા. આ પ્રકારે ખેલ પાડવાનું શરૂ થયા બાદ એક વેપારીએ પોલીસની મદદ માંગી અને પછી આખા રેકેટનો પર્દાફાશ થયો છે.

સાયબર ક્રાઈમ બ્રાંચે આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી

પોલીસ કોન્સ્ટેબલ જ લોકોની અંગત માહિતી ચોરીને અન્ય લોકોને વેચતો હોય ત્યારે સામાન્ય લોકોની માહિતી કેટલી સરળતાથી વેચાઈ જતી હશે તેવા સવાલો ઉભા થયાં છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. જેણે સાયબર એક્સપર્ટ સાથે મળીને શહેરના તાકાતવર લોકોની ડિટેલ કઢાવી લીધી હતી. હવે આ કેસમાં અનેક લોકોની જાસૂસી થયા અંગેની પણ વિગતો બહાર આવી શકે છે. 


Google NewsGoogle News