સિંગરવા-ઓઢવમાં ડ્રોનથી રેકી કરતાં હોવાની પોલીસ ફરિયાદ
Representative Image |
Singarawa-Odhav News : અમદાવાદ શહેર નજીક સિંગરવા-કણભા રોડ વિસ્તારમાં અને કઠવાડા વિસ્તારમાં ડ્રોનથી રેકી થતી હોવાની ઘટનાથી ફફડાટ ફેલાઈ રહ્યો છે. રાતના બે વાગ્યાથી માંડીને સાડા ત્રણ વાગ્યાના અરસામાં ડ્રોન ઉડતું હોવાનું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી આ ડ્રોન જોવા મળી રહ્યું હોવાથી ડ્રોનથી આ વિસ્તારમાં રેકી કરવામાં આવી રહી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે.
ભેદી ડ્રોન ઉડતુ હોવાની ફરિયાદ
શહેરમાં ગઈ કાલે રવિવારની રાત્રે બેથી સાડાત્રણ દરમિયાન આકાશમાં ડ્રોન ઉડતુ હોવાનું સ્થાનિક પેટ્રોલ પમ્પના રાતપાળીના કર્મચારીઓએ જણાવ્યું હતું. પેટ્રોલ પમ્પના ટોઈલેટ પાસે કોઈ માણસ ઊભો રહેતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ડ્રોન ઉડાતતા હોવાનું વીડિયો પણ વાયરલ થયા છે.
આ પણ વાંચો : પી.જી. કલ્ચરથી ગાંધીનગરના લોકો પરેશાન, મુખ્યમંત્રીને ફરિયાદ કરી
પુનાદરાના પેટ્રોલ પમ્પના કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરીને લૂંટ ચલાવવાની ઘટના પણ બની. તેથી ચોરી કરનારાઓની ગેન્ગ સક્રિય બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.