અમદાવાદના 14 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી, તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ
14 PI Transfer : છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઇમનો ગ્રાફ ઉંચકાતો જાય છે. ક્યારેક અમીર બાપના નબીરાઓ મોંઘીદાટ કાર લઇને રસ્તા પર રાજાની માફક નીકળી પડી ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરતા જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં હિટ એન્ડ રનની ઘટનાઓ પણ સામે આવી છે. તો બીજી તરફ શહેરમાં નશીલા પદાર્શો, દારૂ ભરેલી ગાડીઓ પકડાઇ છે. આવી ઘટનાઓ વધે એટલે પોલીસ વિભાગ દ્વારા કડક પગલાંના ભાગ રૂપે પોલીસ અધિકારીઓની બદલી કરવાનું શરૂ કરાયું છે. હાલમાં શહેરમાં વધતા જતા ક્રાઇમ બાદ પોલીસ કમિશનર દ્વાર 14 પીઆઇની બદલીઓ કરવામાં આવી છે. જેમાં શહેરના ગોમતીપુર, બોડકદેવ, અમરાઇવાડી અને વટવા સહિતના પી.આઇની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
આંતરીક બદલી કરાયેલા PI ની યાદી