Get The App

ગુજરાતની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર સધન ચેકિંગ, 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શનમાં

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
ગુજરાતની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર સધન ચેકિંગ, 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શનમાં 1 - image


Police Checking At Gujarat Border : ગુજરાતની બોર્ડર પરના જિલ્લામાંથી ઘણી વખત દારૂ સહિતના કેફી પદાર્થોની ગુજરાતમાં ઘુસણખોરી ઝડપાઈ છે, ત્યારે રાજ્યની બોર્ડર પર આવેલા જિલ્લાઓની ચેકપોસ્ટ પર 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, અમરેલી સહિતના જિલ્લામાં પોલીસ એક્શનમાં આવીને સંવેદનશીલ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

અમીરગઢ ચેકપોસ્ટ પોલીસનું સઘન ચેકિંગ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પર દારુ સહિતના કેફી પદાર્થો ઝડપાતા રહે છે. જ્યારે હવે 31 ડિસેમ્બરને થોડા જ દિવસો બાકી છે, તેવામાં બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. પોલીસ દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અમીરગઢ ચેકપોસ્ટ પર 24 કલાક રાઉન્ડ ક્લોક પોલીસનું ચેકિંગ શરૂ છે. જેમાં રાજસ્થાનમાંથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આશરે 90 જેટલા શખસો નશાની હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે લાખો રૂપિયાના નશીલા પદાર્થો ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે. 

આ પણ વાંચો: 'મર્દને પણ દર્દ થાય છે, મેન ઈઝ નોટ ATM...' બેનરો સાથે સુરત-રાજકોટમાં પત્ની પીડિત પુરુષોનો વિરોધ

અમરેલીમાં ચેકપોસ્ટ, હોટલ-રીસોર્ટ પર ચેકિંગ

મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લામાં પણ 31 ડિસેમ્બર પહેલા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લાની ઉના, સોમનાથ હાઈવે રોડ પરની ખાંભા, રાજુલા, નાગેશ્રી, દીવ, સહિતના 60 જેટલી ચેકપોસ્ટ પર વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે હોટલ-રીસોર્ટમાં દારુ કે નશીલા પદાર્થોની કોઈ પ્રવૃત્તિની સામે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે પોલીસને વિવિધ હોટલ-રીસોર્ટ પર પણ ચેકિંગની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. 


Google NewsGoogle News