Get The App

વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, આવતીકાલે જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા સંબોધશે

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, આવતીકાલે જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા સંબોધશે 1 - image


PM Narendra Modi Gujarat Visit Schedule : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ આવી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થતાં જ સ્વાગત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ વડસર બાદ રાજભવન ખાતે પહોંચ્યા હતા.

વડાપ્રધાન રાજભવન ખાતે નેતાઓ-અધિકારીઓ સાથે બેઠક યોજી

વડાપ્રઘાન એરપોર્ટ પરથી મુખ્યમંત્રી સાથે વડસર જવા રવાના થયા હતા. તેમણે અહીં વડસર એરફોર્સ સ્ટેશન અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. પછી તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદી આજે રાત્રે રાજભવનમાં જ રોકાણ કરવાના છે અને આવતીકાલે તેઓ ગુજરાતમાં અન્ય વિકાસ કામોનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ દરમિયાન તેઓ ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથો સાથ કેટલીક મહત્ત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. 

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત

આ પહેલા ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : પ્રજા માટે નહીં પણ PM મોદીના આગમનને પગલે ગુજરાતના રસ્તાઓની રાતોરાત કાયાપલટ કરાઈ!

વડાપ્રધાન મોદીના આવતીકાલના કાર્યક્રમો

જ્યારે 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે. 

આ પણ વાંચો : PM મોદીના મતવિસ્તારમાં ગંગા તોફાની બની, અનેક ઘાટ ડૂબ્યાં, છત પર અંતિમ સંસ્કાર કરવા મજબૂર


Google NewsGoogle News