Get The App

આપણે હવે દુનિયાના સૌથી મોટા મોબાઈલ ફોન નિર્માતા દેશ તરીકે બની રહ્યાં છીએ : કાલોલમાં PM મોદીનું નિવેદન

ભારત મોબાઈલની દુનિયામાં આટલી મોટી ક્રાંતિ કરી શકશે એ 2014 પહેલા કોઈએ વિચાર્યું નહોતું

Updated: Dec 1st, 2022


Google NewsGoogle News
આપણે હવે દુનિયાના સૌથી મોટા મોબાઈલ ફોન નિર્માતા દેશ તરીકે બની રહ્યાં છીએ : કાલોલમાં PM મોદીનું નિવેદન 1 - image

આજે ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજી બાજુ રાજકીય પક્ષો પ્રચંડ પ્રચાર પણ કરી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેઓ આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. તેમણે કાલોલમાં જંગી જનમેદનીને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, મને મોબાઈલ અને ટીવીમાં જોનારાનો ઉત્સાહ વધી ગયો હશે. આપણે હવે દુનિયામાં સૌથી મોટા મોબાઈલ ફોન બનાવનાર દેશ તરીકે ઉભરી આવ્યા છીએ. 2014માં તમે મને દિલ્લી મોકલ્યોને ત્યારે મોબાઈલ ફોન બનાવનારી બે ફેક્ટરી હતી, આજે 200 કરતાં વધારે છે. ભારત મોબાઈલની દુનિયામાં આટલી મોટી ક્રાંતિ કરી શકશે એ 2014 પહેલા કોઈએ વિચાર્યું નહોતું. 

ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા છે,એ આ કોંગ્રેસવાળાને ખટકે છે

તેમણે કહ્યું હતું કે, હું તો ગુજરાતનો દીકરો છું, તમે મને જે ગુણ આપ્યા છે, તે ગુણ લઈને કામ કરી રહ્યો છું,   ગુજરાતે મને જે શક્તિ આપી છે ને,ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા છે,એ આ કોંગ્રેસવાળાને ખટકે છે. તેમણે પોતાના સંબોધનમાં ખાસ રોજગારી, ટેક્નોલોજીને મહત્વ આપવામાં આવ્યું હતું. તેમણે આજે ભારતના જી 20 સમિટમાં પ્રતિનિધિત્વ મળ્યું હોવાની વાત કરી હતી.

મને મોબાઈલ ટીવી પર જોનારાનો ઉત્સાહ વધી ગયો હશે

તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આજે પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે અત્યંત શાંતિ રીતે ગુજરાતના ગર્વને છાજે તે રીતે મતદાન કરાઈ રહ્યું છે. અત્યારે જ્યારે હું મહાકાળીના ચરણોમાં આવ્યો છું ત્યારે મને ખાતરી છે કે રેકોર્ડ બ્રેક મતદાન થવાનું છે. મને મોબાઈલ ટીવી પર જોનારાનો ઉત્સાહ પણ વધી ગયો હશે. મારા પ્રવાસનું પણ આજે અને આવતીકાલે છેલ્લું ચરણ છે લગભગ. મને જ્યાં જ્યાં જવાની તક મળી ત્યારે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો તે વિશ્વાસ વગર શક્ય ન બને.

જી-20 દેશોની સમિટના પ્રમુખ પદે હવે ભારત બિરાજમાન

આજે 1 ડિસેમ્બર છે 2022નો આ છેલ્લો દિવસ છે. મારા માટે ગૌરવ છે કે 1 ડિસેમ્બરે આખી દુનિયાની મહત્વની ઘટના છે કે આજે કાલોલમાં માં કાળીના ચરણોમાં દુનિયાના જી-20 દેશોની સમિટના પ્રમુખ પદે હવે ભારત આજથી બિરાજમાન થયું છે. માં કાળીના આશીર્વાદ સાથે આજે તેની શુભ શરૂઆત થતી હોય ત્યારે સોનામાં સુગંધ ભળી ગઈ છે. આ જી 20 સમૂહ વેપારનો 75 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું નેતૃત્વ કરનારા દેશો દુનિયામાં સૌથી આર્થિક ગતિવિધિ કરનારા દેશો છે અને તેની અધ્યક્ષતા ભારતને મળી છે. ભારતીયોને તેના પર આનંદ થાય. આ જી 20ના અવસરને આપણે એવા અવસર તરીકે લેવો છે કે દુનિયા આખીમાં હિન્દુસ્તાનનો ડંકો લાગે.

જ્યારે હું આવતો ત્યારે રોડના ઠેકાણાં નહોતા

કાલોલ, હાલોલ, વડોદરા આ બધું તો મારું રોજનું આવવાનું થતું હતું. સ્કૂટર પર અહીં આવું ત્યારે આખો પટ્ટો ફરવાનો આનંદ આવે. તમારા દર્શન કરુંને મને તાકાત આવી જાય. તે જમાનામાં જ્યારે હું આવતો ત્યારે રોડના ઠેકાણાં નહીં, વીજળી નહીં, પાણી નહીં, કોઈએ કલ્પના કરી હતી કે આ આખો પટ્ટો એક મોટી તાકાત બનીને ઊભો રહેશે. નાની નાની ચીજો પણ વિદેશથી ત્યારે મગાવતા હતા. બહારથી માલ લાવી પોતાની કટકી કરી લેતા તેના કારણે રોજગારીની તકો જે ઊભી થવી જોઈએ. તે કામ 40 વર્ષ પહેલા કર્યા હોત તો રોજગારી ફુલી ફાલી હોત. આ દેશ તેના કારણે ક્યારેય પગભર થયો નથી.


Google NewsGoogle News