Get The App

સરકાર-સંગઠનની ત્રુટિઓથી નારાજ PM મોદીએ રાજભવનમાં નેતાઓના 'ક્લાસ' લીધા, પૂરનો રિપોર્ટ માંગ્યો

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
PM Modi


PM Narendra Modi Gujarat Visit: ગુજરાતમાં છેલ્લા ઘણાં મહિનાઓથી સર્જાયેલી અજંપાભરી રાજકીય પરિસ્થિતિ, કેટલાક ધારાસભ્યો અને નેતાઓનો જાહેરમાં બફાટ કર્યા હતા. આ ઉપરાંત વડોદરાના પૂર તેમજ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સમસ્યા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ નેતાઓના ક્લાસ લીધા હતા.

પીએમ મોદીએ નેતાઓ અને અધિકારીઓ સાથે મંત્રણા કરી

રાજભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિનિયર મંત્રીઓ, પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ સાથે અલગ-અલગ મંત્રણા કરી હતી. ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે સરકારના વહીવટી તંત્ર અને સંગઠનની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાક મુદ્દે નારાજગી વ્યક્ત કરી ગંભીર નોંધ લીધી હતી. જીએમડીસીનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી રાજભવન આવીને વડાપ્રધાન મોદીએ સિનિયર મંત્રીઓ, પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી.

આ પણ વાંચો: તો 2027માં ગુજરાતમાં બે વર્ષ જ ચાલશે સરકાર: વન નેશન-વન ઈલેક્શન માટે રાજ્યોમાં બદલાશે ચૂંટણીની તારીખ


સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં તત્કાલ કડક પગલાં લેવા વડાપ્રધાન મોદીએ તાકીદ કરી છે. પૂર અસરગ્રસ્તોને સમયસર રાહત સહાય મળે અને સ્થિતિ ઝડપથી પૂર્વવત્‌ થાય તેવી તાકીદ અધિકારીઓને કરી છે. તેમણે કેબિનેટના વિસ્તરણ અને નવત્પ્રદેશ પ્રમુખની વરણી અંગે મુખ્યમંત્રી અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ સાથે પરામર્શ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સરકાર અને સંગઠન વચ્ચે સંકલનમાં રહીને કામ કરવાની તાકીદ કરી છે. એવી હૈયાધારણ આપી હોવાનું કહેવાય છે કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મંત્રણા કરીને બને તેટલી ઝડપથી નવા પ્રદેશ પ્રમુખની વરણી અંગે વિચારણા કરાશે.

આ પણ વાંચો: કેજરીવાલ આજે રાજીનામું આપશે, દિલ્હીના નવા સીએમ અંગે સસ્પેન્સ

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ ગુજરાત ભાજપનો હવાલો પણ સંભાળી રહ્યાં છે ત્યારે પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાનો અમલ કરવા ગણગણાટ વધી રહ્યો છે. તે જોતાં હાઇકમાન્ડ ગુજરાતનો મામલો હાથ પર લઇ શકે છે. કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓમાં રાજ્યના વહીવટી તંત્રને મોદીએ સ્પષ્ટ કેટલાક નિર્દેશો આપ્યા છે. રાજભવનની આ બેઠકમાં વડાપ્રધાન મોદી જે પ્રશ્નો પૂછ્યા હતા તેનો તેમણે સ્પષ્ટ ઉત્તર માગ્યો હતો.

સરકાર-સંગઠનની ત્રુટિઓથી નારાજ PM મોદીએ રાજભવનમાં નેતાઓના 'ક્લાસ' લીધા, પૂરનો રિપોર્ટ માંગ્યો 2 - image


Google NewsGoogle News