ખેલૈયાઓ જંકફૂડનું સેવન અને અપૂરતી ઊંઘ ખતરનાક સાબિત થઈ શકે,જાણો શું કહે છે AMA

ગુજરાતમાં નવરાત્રિ પહેલાં જ ગરબા રમતા કેટલાક ખેલૈયાઓના હાર્ટ એટેકથી મોત થયાની વિગતો સામે આવી છે

AMA દ્વારા ગરબા રમતા ખેલૈયા અને ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News

ખેલૈયાઓ જંકફૂડનું સેવન અને અપૂરતી ઊંઘ ખતરનાક સાબિત થઈ શકે,જાણો શું કહે છે AMA 1 - image

અમદાવાદઃ (Ahmedabad)ગુજરાતમાં માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. નવરાત્રિમાં દરવખતે ખેલૈયાઓ લોકોને મંત્રમુગ્ધ કરવા અવનવા સ્ટેપ્સ શીખતા હોય છે. ત્યારે આ વખતની નવરાત્રિ જાણે ખેલૈયાઓ માટે મોટો પડકાર બનીને આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. (AMA)રાજ્યમાં નવરાત્રિ પહેલાં જ ગરબા ક્લાસિસમાં તૈયારી કરતાં યુવકોના (Guidelines) હાર્ટ એટેકને કારણે મોત નિપજવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. (junk food and less sleep)રાજકોટ અને સુરત સહિત અમદાવાદમાં પણ આ પ્રકારના કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સાવચેતીને લઈને ખેલૈયા અને ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 

ગરબા રમતા ખેલયાઓમાં પાણીની અછત ઉભી થાય છે

ગરબા રમવાના કારણે ખેલયાઓમાં પાણી, ક્ષાર અને ખનિજોની અછત થઈ શકે છે. બ્લડ પ્રેશર, પલ્સ અને સુગર પણ વધઘટ થઈ શકે છે. તેની સાથે લોકો ઘણા બધા જંક ફૂડ પણ ખાતા હોય છે. ઊંધની કમી રહેતી હોય છે. તેમજ રોજબરોજ સતત ઓફિસનું કામ ચાલુ રાખતા હોય છે. આ બધુ ગરબા ખેલૈયાને હ્રદયરોગ અને અચાનક કાર્ડિયાક અરેસ્ટના જોખમમાં મૂકી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે બાળકી, પુખ્ત વયના લોકો અને વૃદ્ધોને અચાનક કાર્ડિયાક અરેસ્ટથી પીડાતા અને અકાળે પોતાની જીવ ગુમાવતા જોયા છે. જેથી અમદાવાદ મેડિકલ એસોશિયેશન દ્વારા આવું કેમ થાય છે તેના પાછળના કારણો જણાવ્યા છે. જેમાં પાણીનું ઓછું સેવન, મીઠું અસંતુલન મુખ્યત્વે પોટેશિયમ અને મેગ્નેશિયમ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હ્રદયની સમસ્યાઓ અને કિડનીની સમસ્યાઓ જેવી બિમારીની સ્થિતિ નિદાન નહીં થયેલ તબીબી સ્થિતિ, આનુવંશિક સમસ્યાઓ અને હૃદયના સ્નાયુની નબળાઇનો સમાવેશ થાય છે. 

ખેલૈયા માટે AMAનું માર્ગદર્શન

જો તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ વગેરે જેવા રોગો હોય તો લાંબા સમય સુધી ગરબા ટાળવા જોઈએ. તમારી નિયમિત દવાઓ લેવાનું ચૂકશો નહીં. યોગ્ય લાગે તો એકવાર તમારા ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને ગરબા માટે તેમની મંજૂરી મેળવી જોઈએ. જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હ્રદયની તપાસ કરાવી યોગ્ય રહશે.

ગરબા રમતા પેહલા પેટ ભરીને ખોરાક ના લેશો

જો તમને ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં ભારેપણું લાગે,માથાનો દુઃખાવો થતો હોય, ઉલ્ટી જેવું લાગે, પરસેવા સાથે ગભરામણ થાય, મુંઝારો થાય, શ્વાસોશ્વાસની તકલીફ થાય તો તરત જ ગરબા રમવાનું બંધ કરીને બેસી જાઓ. જો આ પ્રકારના લક્ષણો વધે તો ડૉક્ટર પાસે જાઓ.દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવો. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો. કેળા અથવા નાળિયેર પાણી અથવા મખાના જેવો પોટેશિયમ અને મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાઓ, ગરબા રમતા પેહલા પેટ ભરીને ખોરાક ના લેશો.તમને કોઈ બીમારી હોય તો તમારા સાથેના લોકોને તેની જાણ કરશો. જેથી કોઈ સ્વાસ્થ્યની તકલીફ ઊભી થાય તો તેઓ તાત્કાલિક મદદ કરી શકે

ગરબા આયોજકો માટે AMAનું માર્ગદર્શન

જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડોક્ટરને રાખવા યોગ્ય રહેશે.

નજીકની હોસ્પિટલ સાથે ઔપચારિક જોડાણ કરો. કોઈ ઘટના બને તો તાત્કાલિક હોસ્પિટલને જાણ કરવી

તમારા સપોર્ટ સ્ટાફ, સુરક્ષા કર્મીઓને CPR ટેકનિકની તાલીમ આપો

ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો

ઘટનાના કિસ્સામાં એમ્બ્યુલન્સના પ્રવેશ અને બહાર નીકળવા માટે સમર્પિત માર્ગ રાખો

બને તેટલી વધારે જગ્યા પર અને વંચાય તેવા મોટા અક્ષરોમાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર લખેલા બોર્ડ લગાવો

ખેલૈયાઓ જંકફૂડનું સેવન અને અપૂરતી ઊંઘ ખતરનાક સાબિત થઈ શકે,જાણો શું કહે છે AMA 2 - image



Google NewsGoogle News