Get The App

રેલવે સ્ટેશન પર કોઈને લેવા-મૂકવા જવાના હોવ તો ખાસ ધ્યાન રાખજો! દિવાળીની ભીડના કારણે લેવાયો મોટો નિર્ણય

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
રેલવે સ્ટેશન પર કોઈને લેવા-મૂકવા જવાના હોવ તો ખાસ ધ્યાન રાખજો! દિવાળીની ભીડના કારણે લેવાયો મોટો નિર્ણય 1 - image


Platform Ticket Distribution Close In Ahmedabad: દિવાળીના તહેવારોમાં વતનમાં અને ફરવા જતાં મુસાફરોની વધારે રહેતી ભીડને ધ્યાને લઈને રેલવે તંત્ર દ્વારા અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલવે મથક, અસારવા અને સાબરમતી રેલવે સ્ટેશન પર આગામી છઠ્ઠી નવેમ્બર સુધી પ્લેટફૉર્મ ટિકિટનું વિતરણ બંધ કર્યું છે. જેના પગલે મુસાફરોને લેવા કે મૂકવા આવનાર લોકો હવે પ્લેટફૉર્મ સુધી જઈ શકશે નહીં.

દિવાળી તહેવારની રજાઓ મળતાં મોટા ભાગના લોકો પોતાના વતન તરફ અથવા ફરવા નીકળી જતાં હોય છે. રેલવેમાં મુસાફરી સરળ અને સસ્તી હોવાને કારણે આવા સમયે લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. આવામાં હાલ દિવાળી નજીક આવતા જ દરેક રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં પોલીસે ફેક્ટરીના માલિકની કરી ધરપકડ

ત્યારે ગત વર્ષે દિવાળી પર્વ પર સુરત રેલવે સ્ટેશન ઉપર સર્જાયેલી ઘટનાને પગલે આ વર્ષે રેલવે તંત્ર સતર્ક બની ગયું છે. સ્ટેશનો પર સર્જાતી ભીડને નિયંત્રણમાં લાવવા વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝન દ્વારા આગામી છઠ્ઠી નવેમ્બર 2024 સુધી અમદાવાદ, સાબરમતી અને અસારવા રેલવે સ્ટેશનો પર પ્લેટફૉર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધથી તહેવાર સમયે મુસાફરોને સ્ટેશન પરિસરમાં અવરજવર કરવામાં સરળતા રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવીઝન દ્વારા જણાવ્યા પ્રમાણે આ નિર્ણયને પગલે પ્રવાસીઓને મૂકવા આવેલા તેના સગા-સંબંધીઓને પ્લેટફૉર્મ ટિકિટ ના મળતાં તેઓ અંદર સુધી મૂકવા જઈ શકશે નહીં. જ્યારે વરિષ્ઠ નાગરિકો તેમજ તબીબી સંબંધી જરૂરિયાત વાળા લોકોને માટે આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

રેલવે સ્ટેશન પર કોઈને લેવા-મૂકવા જવાના હોવ તો ખાસ ધ્યાન રાખજો! દિવાળીની ભીડના કારણે લેવાયો મોટો નિર્ણય 2 - image


Google NewsGoogle News