Get The App

ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજવા હિલચાલ, આજે ગુજરાત ટુરિઝમ બેઠકમાં લેવાશે નિર્ણય

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજવા હિલચાલ, આજે ગુજરાત ટુરિઝમ બેઠકમાં લેવાશે નિર્ણય 1 - image

image : Socialmedia

અમદાવાદ, તા.2 જાન્યુઆરી 2023,મંગળવાર

હિન્દી ફિલ્મ જગતના સૌથી મોટો કહી શકાય તેવો ફિલ્મફેર એવોર્ડ પહેલીવાર ગુજરાતની ધરતી પર યોજાવવા જઇ રહ્યો છે. આગામી 28મી જાન્યુઆરીએ ફિલ્મફેર એવોર્ડ યોજવા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે  દારૂ પીવાની મંજૂરી આપ્યા બાદ ફિલ્મ ફેર એવોર્ડ પણ ગિફ્ટસિટીમાં યોજવા આયોજન કરવામાં આવ્યુ છે. મહત્વની વાત એછેકે, કરોડોનો ખર્ચે ફિલ્મ ફેર એવોર્ડ યોજાનાર છે ત્યારે બોલિવુડના સિતારાઓનુ ધ્યાનાર્ષક કરવા અને  માર્કેટિગ કરવાના ઇરાદે ગિફ્ટસિટીમાં એવોર્ડ સમારોહ યોજવામાં આવશે. 

બોલિવુડ દ્વારા ગિફ્ટ સિટીનું માર્કેટિંગ કરવાના, કલાકારોને આકર્ષવાના પ્રયાસ

વર્ષ 2023ના પ્રારંભમાં વર્લ્ડવાઇડ મિડીયા અને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન ફિલ્મફેર એવોર્ડ સમારોહ માટે એમઓયુ કર્યા હતાં. પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજવા આયોજન કરાયુ હતું. ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાનપ્રદાનને વધુ સૃદઢ અને સરળ બનાવવાની સાથે  ફિલ્મઉદ્યોગનું ગુજરાતમાં રોકાણ થાય હેતુસર ફિલ્મફેર એવોર્ડ સમારોહ આયોજીત કરવામાં આવ્યુ છે. 

 સૂત્રોના મતે,વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્ણ થયા બાદ ગાંધીનગરમાં આયોજીત ફિલ્મફેર એવોર્ડ સમારોહ દેશદુનિયામાં લાખો-કરોડો ફિલ્મચાહકો માટે આકર્ષણ જન્માવશે. રૂા.80 કરોડના ખર્ચે યોજાનારા ફિલ્મફેર એવોર્ડ સમારોહના સ્થળમાં ફેરફાર થઇ શકે છે. અગાઉ ફિલ્મફેર એવોર્ડ મહાત્મા મંદિરમાં યોજાય તેવી ચર્ચા હતી પણ દારૂ મુક્તિના નિર્ણય બાદ ફિલ્મફેર એવોર્ડ સમારોહ ગિફ્ટસિટીમાં યોજવા તૈયારીઓ થઇ રહી છે.મંગળવારે ગાઁધીનગરમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનની એક બેઠક મળવા જઇ રહી છે જેમાં આ મુદ્દે આખરી નિર્ણય લેવાશે.  

ફિલ્મ ફેર એવોર્ડ સમારોહના માધ્યમથી ગિફ્ટસિટીનું સમગ્ર દેશ-દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યા છે. નોંધનીય છેકે, ગિફ્ટસિટીમાં ફિલ્મસ્ટાર અક્ષયકુમારે લકઝુરિયસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યુ છે. સત્તાધીશોને આશા છેકે, હજુ ફિલ્મ કલાકારો ગિફ્ટસિટીમાં રોકાણ કરી શકે છે. 


Google NewsGoogle News