Get The App

નવા વર્ષે ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો માર, પેટ્રોલ 84 પૈસા થયું મોંઘું

આજે સવારે ક્રૂડ નજીવા વધારા સાથે 70.75 ડૉલર પ્રતિ બેરલ પર વેચાયું

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
નવા વર્ષે ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો માર, પેટ્રોલ 84 પૈસા થયું મોંઘું 1 - image


Petrol Price hike in Gujarat : ઈઝરાયલ અને હમાસ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો પર પડી રહી છે અને તેમા મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે સવારે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ નજીવા વધારા સાથે 70.75 ડૉલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું જ્યારે બ્રેન્ટ ક્રૂડ (brent crude) ઘટીને 75.89 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું હતું. દેશમાં સવારે 6 વાગ્યે ઈંઘણના ભાવમાં સુધારો થતા ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.

ગુજરાતમાં પેટ્રોલમાં 84 પૈસાનો વધારો થયો

આ નવા ભાવ મુજબ ગુજરાતમાં પેટ્રોલ 84 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ ઉપરાંત પંજાબમાં પેટ્રોલ 51 પૈસા, ડીઝલ 48 પૈસા તેમજ મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે, જો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તું થયું છે અને જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિમ્મતમાં ઘટાડો થયો છે.

ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલનો નવો ભાવ 

નવા બદલાયેલા ભાવ પ્રમાણે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 અને ડીઝલ 90.08,  મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27, કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76, ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 રૂપિયા પ્રતિ લીટર થયો છે.

દરરોજ સવારે નવા ભાવ જાહેર કરવામાં આવે છે

દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણના ભાવ બદલાય છે અને  પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેરાયા બાદ તેની મૂળ કિંમત કરતા ભાવ લગભગ બમણો થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ-ડીઝલ આપણે મોંઘા ભાવ હોવા છતાં પણ ખરીદવું પડે છે.


Google NewsGoogle News