અમદાવાદમાં ઢોર પકડવા ગયેલી મ્યુનિસિપાલિટીની ટીમ પર લાકડીઓ અને પથ્થરોથી હૂમલો

ઢોર પકડ પાર્ટી સાથે ગાળાગાળી કરી માર મારનાર મહિલા સહિત 8 સામે ગુનો દાખલ

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં ઢોર પકડવા ગયેલી મ્યુનિસિપાલિટીની ટીમ પર લાકડીઓ અને પથ્થરોથી હૂમલો 1 - image



અમદાવાદઃ (Ahmedabad)ગઈ કાલે મોડી રાત્રે AMCની ઢોર પકડવાની ટીમ સરખેજના મકરબા ગામમાં પ્રાથમિક સ્કૂલ પાસે પહોંચી ત્યારે પાંચથી છ ગાયો રોડ પર બેઠેલી જોવા મળી હતી. જેથી મ્યુનિ.ની ટીમ ગાયોને ટ્રેક્ટરમાં ભરીને લઈને જતી હતી. (Stray cattle)આ દરમિયાનમાં પાંચથી છ મહિલાઓ અને પુરુષોએ લાકડીઓ અને પથ્થરોથી ઢોર પાર્ટી ટીમ ઉપર હુમલો કર્યો હતો. (AMC CNCD)તે ઉપરાંત ઢોર પકડનારા બેથી ત્રણ મજૂરોને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં સરખેજ પોલીસ સ્ટેશનમાં મહિલાઓ સહિત આઠ લોકો સામે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો છે. 

મજૂરોને ઝપાઝપી કરી નીચે પાડી દીધા

પ્રાપ્ત વિગતો પ્રમાણે AMCના દક્ષિણ ઝોનમાં ફરજ બજાવતા દેવેન્દ્ર દેસાઈ સોમવારે રાત્રે SRP અને વાસણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે રખડતાં ઢોર પકડવા માટે સરખેજ વિસ્તારમાં નીકળ્યા હતા. તેમની ટીમ જ્યારે મકરબા પ્રાથમિક સ્કૂલ પાસે પહોંચી ત્યારે રોડ ઉપર ચારથી પાંચ ગાયો બેઠેલી જોવા મળી હતી. જેથી ઢોર પકડનારા મજૂરો ગાયોને પકડી અને ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરતા હતા આ દરમિયાન કેટલાક પુરુષો મહિલાઓએ પોલીસને ગાળાગાળી કરી કોર્પોરેશનની ટ્રેક્ટરની ટ્રોલી ઉપર લાકડીઓ પછાડીને ગાયો છોડાવવાનો પ્રયત્ન કરતા હતા. પાંચમાંથી ત્રણ જેટલી ગાયો તેઓ છોડાવવામાં સફળ રહ્યાં હતાં.લાકડીઓ વડે તેઓએ કોર્પોરેશન અને ઢોર પકડનાર મજૂરોને ઝપાઝપી કરી નીચે પાડી દીધા હતા. મહિલાઓએ રોડ ઉપર પડેલા પથ્થરો લઈને ટીમ ઉપર ફેંક્યા હતા. 


Google NewsGoogle News